આ પ્રસંગે નિવેદન આપતા ગાયક કલાકાર કલાકાર હેમંત ચૌહાણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતને આઝાદ થતાં આપણે જોયું નથી પરંતુ કાશ્મીર આઝાદ થયું તેનો અમને હરખ છે. અમે આનો અનુભવ કર્યો છે. આ સાથે જ હેમંત ચૌહાણે પોતાનું ખૂબ જ લોકપ્રિય ભજન "સીતારામ તણા સત સંગમાં, રાધે શ્યામના રે રંગમાં, તું રંગાઈ જાને રંગમાં" પણ લલકાર્યું હતું.
બિહારી ગઢવીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ જણાવ્યું, આ પક્ષ સાથે હું દિલથી જોડાયેલો હતો. હેમુ ગઢવીના અવસાન પછી જો કલાકા ની કદર થઈ છે તો એ ભાજપમાં થઇ છે. અમારો પરિવાર તો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે.
જાણીતા ગાયિકા સંગીતા લાબડિયાએ કહ્યું હતું કે, "આજે અમે બધા કલાકાર મિત્રો ભાજપના એક તારમાં બંધાવા હાજર છીએ. ભાજપમાં દરેક મોટા પદાધિકારી સાચા અર્થમાં કલાકાર પ્રેમી હોવાથી બધા કલાકારો ભાજપામાં જોડાઈ રહ્યા છે. સૂરીલા પક્ષમાં જોડવાનો અમને આનંદ છે. ભાજપ અમારો પરિવાર છે. અમે પક્ષની સેવા કરતા આવ્યા છીએ. આજે તો અમારા પર ફક્ત કાયદેસરનો થપ્પો લાગ્યો છે."
આ પહેલા ગાયિકા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સંગઠન પર્વમાં 50 લાખ નવા સભ્યોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધી 35 લાખ લોકો પક્ષમાં જોડાઈ ચુક્યા છે.
અનુષ્કા શર્માએ બિકિનીમાં શેર કરી તસવીર, કોહલીએ કરી આવી કોમેન્ટ, જાણો વિગત