અમદાવાદઃ અમદાવાદમાં નાશાવાળી ચોકલેટ ખવડાવીને મિત્રની પત્નિને બેભાન કરીને તેનો અશ્લીલ વીડિયો ઉતારનારો અને બ્લેકમેઈલ કરીને શારીરિક સંબંધો બાંધનારો બિલ્ડર સુનિલ ભંડેરી ઝડપાઈ ગયો છે. મિત્રની પત્નિ સાથે ભંડેરીએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યું હતું. બિલ્ડર સુનિલ ભંડેરી સિમ્સ હોસ્પિટલમાંથી ઝડપાયો છે.
ભંડેરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો પણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલમાંથી સિમ્સ હોસ્પિટલમાં ઈલાજ માટે ગયેલા બંડેરીને કૃષ્ણનગર પોલીસે ઝડપી લીધો છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી એક યુવતી 2017માં પતિ સાથે લગ્ન પ્રસંગે ગઇ હતી. ત્યાં પતિના મિત્ર બિલ્ડર સુનીલ ભંડેરી મળ્યા હતા. લગ્નમાંથી પરત આવ્યા બાદ સુનિલે યુવતીના પતિને ફોન કરી કહ્યું કે, તારી પત્નીએ જે સાડી પહેરી હતી તે બહુ સારી છે અને તે મારી પત્ની માટે લેવાની છે. આમ કરી મિત્રના ઘરે સુનીલ અવાર નવાર ઘરે આવતો જતો હતો.
યુવતીની ફરિયાદ પ્રમાણે, જૂન 2017માં સુનીલ મિત્રના ઘરે ચોકલેટ લઇને આવ્યો હતો અને મિત્રની પત્નીને ચોકલેટ ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ યુવતી બેભાન થઇ જતા સુનીલે તેના અશ્લીલ વીડિયો બનાવી લીધા હતા. ત્યાર બાદ સુનિલે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ પછી સુનિલ અવાર નવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો રહેતો હતો.
યુવતીએ કરેલી બળાત્કારની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી બિલ્ડર સુનિલ ભંડેરી જુદી જુદી હોટલમાં લઈ જઈને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો.
દરમિયાન 2019માં 11 ઓક્ટોબરના રોજ સુનીલ અને મિત્રની પત્ની ઘરે એકલા હતા ત્યારે ઝઘડો થતાં યુવતીએ સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ સુનીલને મળવાનું બંધ કરતા સુનીલે લોકોને મોકલી ધમકી આપતો હતો તેથી યુવતીએ સુનીલ સામે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદઃ બિલ્ડરે મિત્રની પત્નિનો અશ્લીલ વીડિયો ઉતારવા શું કર્યું એ જાણીને લાગી જશે આઘાત, પછી બાંધ્યા શારીરિક સંબંધ ને.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2020 09:56 AM (IST)
અશ્લીલ વીડિયો ઉતારનારો અને બ્લેકમેઈલ કરીને શારીરિક સંબંધો બાંધનારો બિલ્ડર સુનિલ ભંડેરી ઝડપાઈ ગયો છે. મિત્રની પત્નિ સાથે ભંડેરીએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યું
- - - - - - - - - Advertisement - - - - - - - - -