હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરૂવારે અમદાવાદ જિલ્લાના ધોળખા તાલુકામાં બપોરે 4થી 8 વાગ્યા સુધીમાં 71 મીમી એટલે ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે ગાજવીજ સાથે કાળાડિબાંગ વાદળો ચઢી આવતા વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે દેત્રોજમાં 12 મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મોડી સાંજે હળવાથી લઈને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે અમદાવાદના ઘણાં વિસ્તારોમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
ગુરૂવારે અમદાવાદ જિલ્લામાં દિવસભર વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. કેટલાક તાલુકાઓમાં તડકો પણ નિકળ્યો હતો. જોકે બપોર બાદ ધોળકામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે સાંજે 6થી 8ના ગાળામાં તોફાની વરસાદ ખાબક્યો હતો. ધોળકામાં ગણતરીના કલાકોમાં જ 3 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
દેત્રોજમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં અન્ય તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હતો. રાત્રે 8થી 10માં જિલ્લામાં વિરમગામમાં 9 મીમી, ધોળકામાં 4 મીમી, બાવળામાં 2 મીમી વરસાદ નોંધઆયો હતો. ધોળીધજા ડેમમાંથી પાણી છોડાતા ભોગાવો નદીનું જળસ્તર વધતાં ધોલેરા તાલુકાના ધનાળા અને આણંદપુર ગામેથી છેલ્લા બે દિવસમાં કુલ 114 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું.
ધરોઇ ડેમમાં ગુરૂવારે સવારે 8 વાગ્યા સુધીમાં 8055 ક્યૂસેક પાણીની આવક થઈ હતી. સંતસરોવરમાં 370 ક્યૂસેક પાણીની આવક થતાં વાસણા બેરેજમાં 233 ક્યૂસેક પાણી છોડાયું હતું.
ગુરૂવારે અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં ધોધમાર વરસાદ તુટી પડ્યો? 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2020 08:02 AM (IST)
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરૂવારે અમદાવાદ જિલ્લાના ધોળખા તાલુકામાં બપોરે 4થી 8 વાગ્યા સુધીમાં 71 મીમી એટલે ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -