Ahmedabad: અમદાવાદના કણભામાં દેરાણી-જેઠાણીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ડબલ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો. આરોપીએ શારીરિક સંબંધ રાખવા દબાણ કર્યુ હતું, જેનો મહિલાઓએ વિરોધ કરતાં ધારીયા વડે હત્યા કરી હતી. આરોપીએ ગૌચરની જમીનમાં દબાણ કર્યાનું સામે આવ્યું છે.
શું છે મામલો
3 ફેબ્રુઆરીના રોજ ભુવલડી ગામમાં રહેતા મંગીબેન અને ગીતાબેન પોતાના નિત્ય ક્રમ પ્રમાણે ગામની નજીક આવેલી સીમમાં લાકડા કાપવા માટે ગયા હતા. ઘટનાના દિવસે પણ તેઓ લાકડા કાપવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પરત ન આવતા તેમના પરિવાર જેની શોધખોળ હાથ ધરી હતી. પરિવારજનો બંનેને શોધી રહ્યા હતા ત્યારે તેમની લાશ મળી આવી હતી. જેમાં તેમના ગળા પર તિક્ષણ હથિયારથી ઇજાઓ થઇ હતી. જો કે આસપાસ કોઇ વ્યક્તિ મળી આવ્યા નહોતા. જે અંગે પોલીસ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.આ અંગે અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાએ જણાવ્યું કે બંનેના મૃતદેહ પર દાગીના ગાયબ નથી થયા. જેથી આ હત્યા લૂંટના ઇરાદાથી નહી પરંતુ,અંગત કારણસર થઇ હોવાની શક્યતા છે.
PM મોદી માર્ચમાં આવશે ગુજરાત પ્રવાસે, જાણો વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી શકે છે. પીએમ મોદી માર્ચ મહિનામાં ગુજરાત પ્રવાસે આવી શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં તેઓ હાજર રહી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિક્યુરિટી પ્રોટોકોલની વ્યસ્વ્સ્થા અને રિકવેસ્ટ કરવામાં આવી છે, તે પ્રમાણે એવો અંદાજ લગાવવામાં આવે છે ઓસ્ટ્રેલિયન PM મેચના ટોસ પહેલાં સવારે 8:45 વાગે ગ્રાઉન્ડ પર હાજર હશે. તેમજ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચમાં હાજરી આપે તેની પ્રબળ સંભાવના છે. અમદાવાદ ખાતે ભારતીય ટીમ 1983થી લઈને અત્યારસુધીમાં કુલ 14 ટેસ્ટ રમી છે. જેમાંથી ભારતે 6 ટેસ્ટ જીતી છે, 2 ગુમાવી છે તો 6 ડ્રો રહી છે. અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્યારેય ટેસ્ટ રમાઈ નથી. અહીં બંને દેશ પહેલીવાર ટકરાશે.
આ પણ વાંચોઃ