કોંગ્રેસે બહેરામપુરા વોર્ડમાં તસ્લિમ તિરમીઝી અને નઝમાં રંગરેઝને ટિકિટ આપતા ખેડાવાલા નારાજ થયા છે અને તેમણે રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસે બહેરામપુરામાં છ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. કોંગ્રેસે કમરુદ્દીન પઠાણ, કમળાબેન ચાવડા, તસ્લિમ તીરમિઝી, નઝમાં રંગરેઝ, રફીક શેખ અને નફિસાબાનુંને મેન્ડેટ આપ્યા છે. આ પૈકી તસ્લિમ તિરમીઝી અને નઝમાં રંગરેઝને ટિકિટ અપાતાં ખેડાવાલા નારાજ થયા છે.
ઇમરાન ખેડાવાલાએ કાર્યકરોનો રોષ ઠંડો પાડવા રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. ખેડાવાલાની સાથે ફરતા કાર્યકરોને ટીકીટ ન મળતે તેમણે રાજીનામાની ચીમકી આપી હોવાનું કહેવાય છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઇમરાન ખેડાવાલા સાથે ટેલીફોનિક વાતચીત કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવા સાંત્વના આપીને રાજીનામુ ન આપવા જણાવ્યું છે. પ્રમુખને મળીને મામલો શાંત પડી જાય અને ઇમરાનભાઈને મનાવી લેવામાં આવશે તેવો સુત્રોનો દાવો છે.