અમદાવાદઃ વી.એસ. હોસ્પિટલમાંથી ગાયબ મહિલાના મૃતદેહના અન્ય પરિવારે કરી નાંખ્યા અંતિમસંસ્કાર, કેવી રીતે થયો ખુલાસો?

65 વર્ષની મહિલાનો મૃતદેહ ગત 13મી નવેમ્બરે રાજીવ બગડીયાનો પરિવાર લઈ ગયો હતો. તેમજ તેમણે તેની અંતિમવિધિ પણ કરી નાંખી છે. એટલું જ નહીં, રાજીવ બગડીયાના પરિવારના મહિલા સભ્યની ડેડબોડી સબઘરમાંથી મળી આવી છે.

Continues below advertisement
અમદાવાદઃ શહેરની વી.એસ હોસ્પિટલમાં ફરી મોટી બેદરકારીને કારણે લેખાબેન ચંદ નામમાં મહિલા મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થઈ ગયો હતો. હવે આ મામલે મોટો ધડાકો થયો છે. 65 વર્ષની મહિલાનો મૃતદેહ ગત 13મી નવેમ્બરે રાજીવ બગડીયાનો પરિવાર લઈ ગયો હતો. તેમજ તેમણે તેની અંતિમવિધિ પણ કરી નાંખી છે. એટલું જ નહીં, રાજીવ બગડીયાના પરિવારના મહિલા સભ્યની ડેડબોડી સબઘરમાંથી મળી આવી છે. તેમણે સબઘરમાં પડેલી ડેડબોડી તેમની માતાની હોવાની કબૂલાત કરી હોવાનું પીડિત પરિવારે જણાવ્યું હતું. લેખાબેનના દીકરી અત્યારે રાજીવ બગડિયાના પરિવારના નિવાસે પૂછપરછ માટે ગયા છે. પોલીસ સાથે લેખાબેનના દીકરી રાજીવ બગડિયાના ઘરે પહોંચ્યા છે. નોંધનીય છે કે, રાજીવ બગડિયાના પરિવારે લઈગયેલા મૃતદેહનો અગ્નિસંસ્કાર પણ કરી દીધો છે. નોંધનીય છે કે, લેખાબેનનું કુદરી મોત થતાં ગત 11મી તારીખે મૃત્યુ થતા મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં લવાયો હતો. મૃતકના પુત્ર કેનેડા હોવાથી લવાયો કોલ્ડ સ્ટોરેજમાં હતો. મૃતદેહ ગુમ થઈ જતા મૃતકના પરિવારે વીએસ ખાતે હોબાળો મચાવી દીધી હતો. 11 તારીખે વેજલપુરમાં રહેતા લેખાબેન ચંદનું કુદરતી રીતે મોત થયા બાદ તેમનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં લવાયો હતો. મહિલા મૃતકનો અન્ય મોટો પુત્ર હાલ કોવિડના કારણે હોસ્પિટલમાં દાખલ છે. પિતા પણ ઉંમરલાયક હોવાથી પુત્ર અમિત ચંદ વિદેશથી અંતિમ વિધિ માટે આવ્યો હતો. કેનાડાથી માતાની અંતિમવિધિ માટે આવેલા પુત્રે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું મારી મમ્મીના અંતિમ દર્શન માટે અમદાવાદ આવ્યો હતો. હું મારી આઠ મહિનાની દીકરીને કેનાડા મુકીને મારી માતાની અંતિમવિધિ માટે અહીં આવ્યો છું. અહીં જે અધિકારીઓ બેઠા છે, એમની પાસે કોઈ જવાબ નથી. તંત્ર દ્વારા જવાબદાર માણસને બોલાવવામાં આવતો નથી. પરિવારના સભ્ય દ્વારા જણાવાયું હતું કે, અમે પાંચ લોકો મૃતદેહ કોલ્ડસ્ટોરેજમાં મૂકી ગયા હતા. પાડોશી પણ સાથે હતા. કોલ્ડસ્ટોરેજમાં જ્યાં મહિલાની ડેડબોડી રાખવામાં આવી હતી, ત્યાંથી કોઈ પુરુષની ડેડબોડી મળી આવી છે. મહિલાના પુત્રવધૂએ જણાવ્યું હતું કે, મારા પતિને કોરોના હોવાથી તેમને રજા ન મળતા અમે એક દિવસ એક્સટેન્ડ કર્યો હતો. અમારા બધા જ ડોક્યુમેન્ટ મિસિંગ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી છે. જો અમને જવાબ નહીં મળે તો અમે મ્યુનિસિપલ કમિશ્નર સામે કેસ કરીશું.
Continues below advertisement
Sponsored Links by Taboola