અમદાવાદઃ શહેરના સિન્ધુભવન રોડ પરની તાજ હોટલમાં નીચે પટકાતા એક યુવાનનું મૃત્યુ થયું છે. તાજ હોટલમાં લગ્ન પ્રસંગ માટે આવેલા અમિત ઠાકુર નામના યુવાનનું મૃત્યુ થયું છે. તાજ હોટલના બીજા માળેથી નીચે પટકાતા યુવાનનું મૃત્યુ થયું હોવાની જાણકારી સામે આવી છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સરખેજ પોલીસે હાલ અકસ્માત મોત નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




આ દુર્ઘટના ગુરુવારે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક અમિત અને તેનો મિત્ર વાત કરી રહ્યાં હતા. આ જ સમયે બીજા માળની ગ્લાસની રેલિંગ પરથી નમીને નીચે જોવો જતાં અમિત નીચે પટકાયો હતો. જેને કારણે અમિતને માથા પર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ તેમને સારસ્વતી હોસ્પિટલ અને ત્યાંથી સાલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.


પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે અમિત ઠાકુર આ હોટલમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. તે વરરાજા તરફથી લગ્નમાં આવ્યો હતો. તે બીજા માળની રેલિંગ પર નીચે જોવા જતાં સંતુલન ગુમાવતા નીચે પટકાયા હતા અને જેને કારણે તેમનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકનું પૂરું નામ અમિતકુમાર દિનેશ ઠાકુર છે અને તેઓ અત્યારે નવા નરોડા ખાતે રહે છે. 




Vadodara : દારૂના નશામાં જીપ ચાલકે એક્ટિવા પર જતાં 3 લોકોને ઉડાળ્યા, 7 વર્ષીય બાળકના મોતથી અરેરાટી
વડોદરાઃ માંજલપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. મોડી રાત્રે રેસિંગ જીપ ચાલક એક્ટિવા પર જતાં ત્રણ વ્યક્તિઓને એડફેટે લઈ ભાગી ગયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં 7 વર્ષના માસૂમ બાળક કવિશ પટેલનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. 


રેસિંગ જીપ ચાલક ફૂલ દારૂના નશામાં હોવાની આશંકા છે. જીપમાં ત્રણ લોકો સવાર  હતા. માંજલપુર વિસ્તારમાં રોફ જમાવવા પુરપાટ ઝડપે અસામાજિક તત્વો જીપ ચલાવી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા છે. જીપ ચાલકે હિટ એન્ડ રનની ઘટના બાદ અલવા નાકા પાસે ડીવાઈડર પર જીપ ચઢાવી દીધી હતી.  આ પછી જીપ મૂકી જીપ ચાલક ફરાર થયો હતો. જીપ ચાલક ખાનદાની નબીરો હોવાની લોકોમાં ચર્ચા છે. માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 


શનિવારે સાંજે જીપના ચાલકે મોપેડને ટક્કર મારતાં 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.  માસીના ઘરે રહેતો કવિશ રાજેશ પટેલ (ઉ.વ.7) સાંજે 6 થી 6:30 વાગ્યા દરમિયાન ટ્યૂશન પૂરું કરી મોટાં ભાઈ-બહેન સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો. આ જ સમયે પુરઝડપે આવેલી જીપના ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારતાં પાછળ બેઠેલો કવિશ રોડ પર પટકાતાં તેના માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ બાળકને એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


રાહદારીઓએ જણાવ્યું હતું કે, જીપ ચાલક દારૂના નશામાં હોય તેવી રીતે વાહન હંકારતો હતો. જ્યારે આ અકસ્માત સર્જીને તેણે એક ડિવાઈડર પર પણ જીપ ચઢાવી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. માંજલપુર પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર વાહન ચાલકની પોલીસ શોધખોળ હાથ ધરી રહી છે. હાલ આ ઘટના અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.