અમદાવાદઃ AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે છે. UPના ગેંગસ્ટર અતિક અહમદને મળવા સાબરમતી જેલમાં જતા પોલીસે તેમને અટકાવ્યા હતા. ABP સાથેની વાતમાં ઓવૈસીએ જણાવ્યું હતું કે, અતિક અહમદને મને મળતા રોક્યો તેનો મેસેજ UPમાં જતો રહ્યો છે. 


તેમમે કહ્યું હતું કે, UP વિધાનસભાની ચૂંટણીમાં AIMIMમાંથી અતિક અહમદ ચૂંટણી લડશે. 100 બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી અમે કરી રહ્યા છીએ. કોંગ્રેસ પર પ્રહાર કરતાં ઓવૈસીએ જણાવ્યું કે, કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્યો ભાજપમાં ગયા તે મને પૂછીને ગયા હતા? રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા ત્યાં અમારો ઉમેદવાર પણ ઉભો ન હતો. કોંગ્રેસના જે લોકોને AIMIMમાં આવવું હોય તે કહે હું તેના ઘરે તેમને લેવા જઈશ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ અમે પુરી તાકાતથી લડીશું.


તેમણે કહ્યું હતં કે, ગુજરાત વિધાનસભાની કેટલી બેઠક પર ચૂંટણી લડીશું તે ગુજરાતના પ્રમુખ નક્કી કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અમે પુરી તાકાતથી ચૂંટણી લડીશું. 1984થી ગુજરાતમાં કોઈ મુસ્લિમ MP નથી બન્યા. તમે મુસ્લિમ મતથી હરો છો કે ગેરમુસ્લિમ મતથી તે નક્કી કરો. રાહુલ ગાંધી અમેઠી બેઠક હાર્યા ત્યાં તો અમારો ઉમેદવાર ન હતો. અમે B નહીં A ટીમ બની ગયા છીએ. કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્યો ભાજપમાં ગયા તો મને પૂછીને ગયા. કોંગ્રેસના લોકો ભાજપમાં જાય છે તેની જવાબદારી અમારી નથી. જેટલા આક્ષેપ અમારા પર કરવા હોય તેટલા કરે, મને ફરક નથી પડતો.


ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા 


ચંદિગઢ:  ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા છે. આવતીકાલે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રીની રેસમાં રંધાવા આગળ હતા પરંતુ અચાનક જ ચરણજીત સિંહ ચન્નીના નામની જાહેરાત કરવામાં આવી છે. ચન્ની દલિત સમાજમાંથી આવે છે. કેપ્ટન સરકારમાં તેઓ મંત્રી હતા. 


 


 







 


 


ચમકૌર વિધાનસભા બેઠકથી તેઓ ધારાસભ્ય છે. ચરણજીત સિંહ ચન્ની કેપ્ટન સરકારમાં શિક્ષણ અને પર્યટન મંત્રી હતા. પંજાબ વિધાનસભામાં વિપક્ષ નેતા રહી ચૂક્યા છે. 2017માં જ્યારે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે તેમને ટેકનિકલ શિક્ષણ અને ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ચન્નીએ અગ્રણી લોકોમાંના એક હતા જેમણે અમરિન્દર સિંહ સામે ઓગસ્ટમાં કરવામાં આવેલા બળવાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે પંજાબના મુદ્દાઓને ઉકેલવા માટે અમને અમરિન્દર પર વિશ્વાસ નથી.


 


સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ કોંગ્રેસમાં સુખજિંદર સિંહ રંધાવા (સુક્ખી)ના નામ પર સહમતિ બની ગઈ હતી પરંતુ નવજોત સિંહ સિદ્ધુને આ નામ રાજી નહોતા. નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું નામ CM પદ માટે આગળ કર્યુ હતું પરંતુ પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે હાઇકમાન્ડે તેમની આ વાત માની નહોતી.









 


 


ચન્નીના સહારે કોંગ્રેસે પંજાબમાં 35 ટકા દલિત વોટ બેન્ક પર નિશાનો સાધ્યો છે.  ભાજપે પણ દલિત CM બનાવાનો વાયદો આપ્યો હતો. આમ આદમી પાર્ટી દાવો કરતી હતી કે તેમણે પંજાબ વિધાન સભામાં દલિત નેતા હરપાલ ચીમાને વિપક્ષના નેતા બનાવ્યા છે. કોંગ્રેસે આ દાવથી દરેક દળોને રાજકીય રમતો બદલી નાંખી છે.


 


ઉલ્લેખનીય છે કે અંબિકા સોનીનું નામ પણ CMના પ્રમુખ દાવેદાર તરીકે પ્રકાશમાં આવ્યું હતું, જોકે તેમણે પોતે જ ઓફર ઠુકરાવી દીધી હતી. સાથે જ સલાહ આપી હતી કે પંજાબમાં CMનો ચહેરો કોઈ શીખ જ હોવો જોઈએ, નહિતર પંજાબમાં કોંગ્રેસ પડી શકે છે.