Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ માટે છેલ્લા પાંચ દિવસથી ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 18, જૂન બુધવારે સવારે આઠ વાગ્યા સુધીમાં કુલ 184 ડીએનએ મેચ થઈ શક્યા છે. વિમાન દુર્ઘટનામાં મુસાફરોના મૃતદેહ બળી ગયા છે. આવી સ્થિતિમાં તેમની ઓળખ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં તે કોનો મૃતદેહ છે તે જાણવા માટે પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ મેચ કરવામાં આવી રહ્યા છે. લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં કુલ 242 લોકો હાજર હતા. તેમાં બે પાયલોટ અને 10 ક્રૂ સભ્યો હતા. આ અકસ્માતમાં રમેશ વિશ્વાસકુમાર સિવાય તમામ 230 મુસાફરોના મોત થયા હતા. મુસાફરોમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા. તેઓ તેમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા.

 આ પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો પ્રવાસ કરી રહ્યાં હતા. જેમાં એક પેસેન્જર રમેશ વિશ્વાસ કુમારની જિંદગી બચી ગઇ હતી. જો કે તેમને પણ ઇજા પહોંચી હોવાથી સારવાર હેઠળ છે. રમેશ વિશ્વાસનો ડાબા પગ બળી ગયો હોવાથી આ પગમાં અને ચહેરા પણ ઇજા પહોંચી છે. તબીબોના કહેવા મુજબ રમેશ વિશ્વાસ કુમારની તબિયતમાં હાલ સુધાર થઇ રહ્યો છે. રિકવરી જોવા મળી રહી છે પરંતુ તેમ છતાં હજુ સારવારની જરૂર હોવાથી તેમને ડોક્ટરના ઓબ્ર્ઝર્વેશન હેઠલ રાખવામાં આવ્યા છે. રમેશ વિશ્વાસ કુમારની તબિયત સુધરતી જાય છે,તબીબો તેના પર  નજર રાખી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલ દ્ધારા જાહેરાત કરવામાં આવી છે કે હજુ પણ ડીએએને મેચ કરવાની  પ્રોસેસ ચાલું જ છે. જો કોઇ પણ  પણ વ્યક્તિ આવીને કહેશે કે મારા પરિવારના સભ્ય મિસિંગ છે, તો તેમના DNA લેવાની કામગીરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ટેઇક ઓફ થયાની મિનિટોમાં જ ક્રેશ થયું હતું.