અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના તમામ વકીલો હડતાલ પર ઉતર્યા છે.  2.30 વાગ્યાથી જ વકીલો કોર્ટ કામ કાજ થી અળગા છે.  હાઇકોર્ટના જજ જસ્ટીસ નિખિલ કેરીયલની બદલીના વિરોધમાં વકીલો અત્યારથી જ હડતાલ પર ઉતર્યા છે.  ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશને એક મતે હડતાલ જાહેર કરી છે. નિષ્પક્ષ ન્યાયપાલિકાનું મોત થયું હોવાનો વકીલોનો આક્ષેપ છે. હાલ ચીફ જસ્ટિસની કોર્ટમાં  વકીલો જઈ રહ્યા છે. બાર એસોસિયેશનના નિર્ણયની ચીફ જસ્ટિસને  જાણ કરાશે.  ચીફ જસ્ટિસની કોર્ટનો રૂમ વકીલોથી ખીચોખીચ ભરાઈ ગયો છે.


વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ દ્વારા 182મી ટિકિટ જાહેર કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે.  યોગેશ પટેલ સતત આઠમી વાર વિધાનસભાની ચૂંટણી લડશે.


શું કહ્યું યોગેશ પટેલે

યોગેશ પટેલે  કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમે તૈયાર છોને ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બે વાર આવ્યા અને બીજી વાર પણ તેમને કહ્યું યોગેશભાઈ તૈયાર છો ને તૈયારી કરી દેજો .


યોગેશ પટેલની રેલીમાં કોણ કોણ જોવા મળ્યું

ભારે જન મેદની સાથે યોગેશ પટેલની ભવ્ય રેલી રાવપુરા વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અનેક નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા. યોગેશ પટેલ ફોર્મ ભરતા કહ્યું હું સતત આઠમી વાર પણ ભવ્ય વિજય મેળવીશ.


યોગેશ પટેલને પૂછવામાં આવ્યું કે, ટિકિટ આપવામાં ઉંમરનો બાધ ન નડ્યો, જેના જવાબમાં કહ્યું હું શરીરે ફિટ છું, યુવાઓ ઘરમાં પુરાઈ રહે છે,  આજે પણ ક્રિકેટ રમું છું. શુ આગામી 2027 માં નવમી વાર પણ ચૂંટણી લડશો તેના જવાબમાં યોગેશ પટેલ એ કહ્યું શરીર સાથ આપે તો. કેટલા મોટા માર્જિનથી ચૂંટણી જીતશો ? તેના સવાલ માં કહ્યું કે મોટી જીત મેળવું તો બધાની નજર મારી બેઠક પર આવી જાય છે.