કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરનો વધુ વીડિયો વાયરલ થયો છે. રાધનપુરમાં ભાજપની યોજાયેલી સભામાં અલ્પેશ ઠાકોરના અલગ-અલગ ભાષણોના વિવાદિત વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અલ્પેશ ઠાકોર અહીં ભાજપની સભામાં કોંગ્રેસના દિવસોને યાદ કરીને ગુણગાન ગાતો જોવા મળ્યો હતો.
અલ્પેશ ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અલ્પેશ ઠાકોર જાહેર સભામાં સંબોધન કરી રહ્યો હતો અને તેઓએ આ સભામાં એવી શેખી મારી હતો કે, હું કોંગ્રેસમાં રાજા હતો અને ધારું તેને દેશમાં ટીકિટ અપાવી શકતો હતો. ત્યારે આ વીડિયોથી અલ્પેશ ઠાકોર ભાજપનો ખેસ પહેરેલો જોવા મળ્યો હતો.
રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. હાલ જે બધાં ચૂંટણી લડે છે તે બધાંને ગઈ વખતે ટીકિટ મેં જ અપાવી હતી. અલ્પેશ ઠાકોરના કથિત નિવેદનથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર અનેક સવાલો ઉઠી શકે છે.