AMC Bulldozer Operation Live: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અમદાવાદ સીપી ઓફિસ

AMC Bulldozer Operation Live:  ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે

gujarati.abplive.com Last Updated: 29 Apr 2025 01:42 PM

બ્રેકગ્રાઉન્ડ

AMC Bulldozer Operation Live:  અમદાવાદમાં 'મિની બાંગ્લાદેશ' વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી...More

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ સીપી ઓફિસ પહોંચ્યા હતા

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ સીપી ઓફિસ પહોંચ્યા હતા. તેમણે હાઇકોર્ટના ચુકાદા પર એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે ન્યાય મળ્યો. ગેરકાયદે વસવાટ કરનારાઓની અરજી હાઈકોર્ટે ફગાવી હતી. કોંગ્રેસનો બાંગ્લાદેશીઓ પાકિસ્તાનીઓને બચાવવાનો એજન્ડા નિષ્ફળ રહ્યો છે. CP ઓફિસ ખાતે DGP અને CP સાથે સંઘવીએ બેઠક કરી હતી.