અમદાવાદ: અમદાવાદમાં રોગચાળાની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એએમસી હેલ્થ વિભાગની તમામ પોલ રોગચાળાએ ખોલી દિધી છે. ગયા મહિનાની વાત કરવામાં આવે તો શહેરમાં રોગચાળાને કારણે એક જ મહિનામાં ડેન્ગ્યુના 377 જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે.
એએમસી હેલ્થવિભાગ દ્વારા વકરેલા રોગચાળાને લઈ કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં હાલમાં અમદાવાદમાં જુદા-જુદા 700 જેટલા સ્થળોએ આવી સાઈટ ચાલી રહી છે. જેમાંથી 20થી વધુ સાઈટને એએમસી હેલ્થ વિભાગ દ્વારા મચ્છરના બ્રિડીંગ મળી આવતા સીલ કરી 50 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. જો આગામી સમયમાં સાઈટ કે પછી કોઈ પણ સ્થળે મચ્છરના બ્રિડીંગ જોવા મળશે તો તેવી સાઈટને સીલ કરાશે તેમ એએમસી હેલ્થ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.