એએમસીમાં વિપક્ષના નેતા દિનેશ શર્માને તાવ આવતાં તેમણે ગઈ કાલે રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. તે અને તેમનો પુત્ર કોરોનાની સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ થશે. તેમજ તેમના પરિવારને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. અત્યાર સુધીમાં કોર્પોરેટર કમળા ચાવડા(ડિસ્ચાર્જ), જ્યોત્સના પટેલ(હોમ કોરોન્ટીન,ડિસ્ચાર્જ), રમેશ પટેલ(ડિસ્ચાર્જ), યશવંત યોગી(ડિસ્ચાર્જ)ને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.
અગાઉ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના થયો હતો. જોકે, તેમણે કોરોનાને મ્હાત આપી દીધી છે. આ ઉપરાંત ભાજપ શહેર પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેઓ હાલ સારવાર લઈ રહ્યા છે.