અમદાવાદ: કોરોના વેક્સિન માટે અમદાવાદ મહાનગરપાલિકાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. ફન્ટ્રલાઈન વોરિયર્સ અને 50 વર્ષથી વધુની વયના લોકો માટે Www.Ahmedabadcity.gov.in પર રજીસ્ટ્રેશન થશે. સર્વેમાં બાકાત રહી ગયેલા નાગરિકો AMCની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે.

50થી નાની વયના પણ તેમને બ્લડપ્રેસર કે ડાયાબીટીસની બીમારી હશે તે પણ કરાવી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ સાથે જ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન કરાવવા આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ ફરજિયાત છે.



અમદાવાદમાં આજે કોરોના વાયરસના નવા 184 કેસ નોંધાયા છે. જેની સામે આજે 191 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કારણે આજે વધુ 3 લોકોના મોત થયા છે.