કોરોના સંક્રમણ વકરવાની આશંકા વચ્ચે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ફલાવર શો યોજાશે. તો ફ્લાવર શોને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની ઉંમરના અને શાળાના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તો વયસ્ક મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 30 રૂપિયા રહેશે
ફ્લાવર શો સમયે બપોરે 2 વાગ્યા સુધી અટલબ્રિજ ચાલુ રહેશે. 14 દિવસ સાંજના સમયે અટલબ્રિજ બંધ રાખવામાં આવશે. ફલાવર શો પૂર્ણ થયા બાદ અટલબ્રિજ ફરી શરૂ કરાશે. ફ્લાવર શોની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખવામાં આવી છે. 40 થી 45 જેટલા ફ્લાવર્સના સ્કલ્પચર બનાવાયા છે. સાથે જ ફ્લાવર શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.
જાન્યુઆરીમાં ભારતમાં વધી શકે છે COVID કેસ, આવી શકે છે કોરોના મહામારીની બીજી નવી લહેર!
Covid-19 in India: નવા વર્ષની શરૂઆતમાં ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં ઝડપથી વધારો થઈ શકે છે. જાન્યુઆરીમાં અહીં કોરોનાની બીજી લહેર આવી શકે છે. સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ કોરોનાના ભૂતકાળના વલણોનું વિશ્લેષણ કર્યા પછી આ વાત કહી. એવું માનવામાં આવે છે કે આગામી 40 દિવસ દેશ માટે ચિંતાજનક રહેશે.
સરકારને આશંકા છે કે જાન્યુઆરીમાં દેશમાં કોરોનાના કેસ વધી શકે છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી માહિતી મળી છે કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, થાઈલેન્ડ અને સિંગાપોરથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાનું અને 72 કલાક પહેલા નેગેટિવ RT-PCR રિપોર્ટ દર્શાવવાનું ફરજિયાત બનાવવામાં આવી શકે છે. જો કે, મંત્રાલયના અધિકારીઓનું એમ પણ માનવું છે કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો દર વધે તો પણ લોકોમાં ગંભીર લક્ષણો અથવા મૃત્યુની કોઈ શક્યતા નથી.
ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસોમાં વધારા વચ્ચે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) એ કેન્દ્ર સરકારને કોવિશિલ્ડના બે કરોડ ડોઝ મફતમાં આપવા વિનંતી કરી છે. તે જ સમયે, આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે ચીન સહિત 6 દેશોમાંથી આવતા મુસાફરો પર આગામી સપ્તાહથી કડકાઈ વધારવામાં આવી શકે છે.