AMCએ 10 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા મુદ્દે 7 કલાકમાં શું લીધો યૂ-ટર્ન ? જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Sep 2020 10:41 PM (IST)
અમદાવાદ કોર્પોરેશન દ્રારા સાંજે 10 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા માટે જે 27 સ્થળોના નામો જાહેર કરવામાં આવ્યા હતા તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્રારા સાંજે 10 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા માટે જે 27 સ્થળોના નામો જાહેર કરવામાં આવ્યા હતા તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મનપા દ્વારા જે 27 વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે ત્યાં માત્ર ખાણીપીણીની જ દુકાનો બંધ રાખવાની છે. અમદાવાદ મનપા દ્વારા માત્ર સાત જ કલાકમાં યૂ-ટર્ન લેવામાં આવ્યો છે. જે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ફકત ખાણીપીણીની જ દુકાનો બંધ રાખવા આદેશ કરાયો છે. અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીમાં ફકત ખાણી-પીણીની દુકાનો જ બંધ રાખવામાં આવશે. આ સિવાયની અન્ય દુકાનો ચાલુ રાખવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારમાં કરફ્યૂ લાગુ કરેલ નથી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ