અમદાવાદ: AMTSના કોંટ્રાક્ટ કંડક્ટરો પોતાની પડતર માંગણીઓને લઇને છેલ્લા 11 દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે. આ તમામ કર્મચારીઓએ પોતાના પરિવારના સભ્યો સાથે મળીને શાહીબાગથી રેલી કાઢી AMTS સામે સુત્રોચ્ચાર કર્યો હતો.
AMTSના કોંટ્રાક્ટ કંડક્ટરોનો વિરોધ યથાવત રહ્યો છે. આ રેલી શાહીબાગના નમસ્તે સર્કલથી નિકળી હતી, રેલીમાં હાથમાં બેનરો અને પ્લે કાર્ડ સાથે મળી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં મહિલાઓ પણ જોડાઇ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી પડતર માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. તેમજ આવનારા સમયમાં અન્ય સામાજીક સંગઠનો પણ આ આંદોલનમાં જોડાશે, તેમજ માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન રહેશે ચાલુ રાખવામાં આવશે.