GMDC પરના ગરબા રદ્દ, વરસાદને પગલે લેવામાં આવ્યો નિર્ણય
abpasmita.in | 05 Oct 2016 09:30 PM (IST)
અમદાવાદઃ GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ટુરિઝમ દ્વાર યોજવમાં આવતા વાઇબ્રન્ડ ગરબાને વરસાદને પગલે બુધવરા પુરતા રદ્દ કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં વરસાદની હેલી હોવાથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ગ્રાઉન્ડમાં ભારે નુક્સાન થયું છે અને ગરબાના ગ્રાઉન્ડ પર કાદવ કિચડ ભરાયા છે. વરસાદને પગલે કોઇ જાનહાની ના થાય તે માટે સરકાર દ્વારા ગરબાના આયોજનને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા આ મામલે એજેન્સી પાસેથી મંતવ્યો મંગવામાં આવ્યા હતા. સવરાથી વરસાદી વાતાવરણને પગલે રાત્રી દરમિયાન પણ વરસાદ વિધ્ન બની શકે તેમ છે. આ સમાચારને લીધે ખૈલેયાઓને નિરાશ થવું પડશે.