અમદાવાદ: હાલમાં પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે અનેક કરારો થવાના છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકા જવા માગતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગુજરાતીઓને USના વિઝા માટે મુંબઈ જવુ નહીં પડે. અમેરિકા અમદાવાદમાં વાણિજય દુતાવાસ ખોલશે. આમ PMના પ્રવાસ વચ્ચે વિદેશ જતા ગુજરાતીઓ માટે આ ખુશીના સમાચાર છે. આ ઉપરાંત બેંગલુરુમાં પણ અમેરિકા વાણિજય દુતાવાસ ખોલશે. નોંધનીય છે કે, અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને દર વર્ષ મોટી સંખ્યામાં અમેરિકા જવા માટે ગુજરાતીઓ અરજી કરે છે.


 




વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ બાયડેન અને જીલ બાયડેન વોશિંગ્ટન ડીસીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદીના ભવ્ય સ્વાગતમાં ભવ્ય સ્ટેટ ડિનર પીરસવામાં આવશે. જેમાં આવી ખાસ વાનગીઓ પીરસવામાં આવશે, જેનું નામ મોટાભાગના લોકોએ આજ સુધી સાંભળ્યું ન હોય. પીએમ મોદીના સ્વાગત માટે યોજાયેલી ડિનર પાર્ટીમાં કોઈ કમી ન રહે તે ધ્યાનમાં રાખીને જો બાયડેનની પત્ની જીલ બાયડેને ખાસ તૈયારીઓ કરી હતી.



અમેરિકમાં પીએમ મોદીને પિરસાશે જાતભાતના પકવાન









ડિનર પાર્ટીમાં પીરસવામાં આવશે આ ખાસ વાનગીઓ


પીએમ મોદીના સ્વાગત માટે આ ડિનર પાર્ટીમાં બરછટ અનાજમાંથી બનેલી ઘણી વસ્તુઓ પીરસવામાં આવશે. મેરીનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેન્ગી એવોકાડો સોસ જ્યારે મેનકોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો, લેમન ડિલ યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક, સમર સ્ક્વોશ, ઇન્ફ્યુઝ્ડ સ્ટ્રોબેરી શૉર્ટકેક સહિતની વાનગીઓ પીરસવામાં આવશે.


મેરીનેટેડ મિલેટ


પીએમ મોદીને આવકારવા માટે આયોજિત ડિનર પાર્ટીમાં આખા અનાજને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં મેરીનેટેડ મિલેટ પણ સર્વ કરવામાં આવશે. એટલે કે તેમાં તળેલી મકાઈ હશે. જેને મેરીનેટ કરીને સર્વ કરવામાં આવશે.


ગ્રીલ્ડ કોર્ન કર્નલ સલાડ


આ એક પ્રકારનું સલાડ છે જે શાકાહારી લોકો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જૂન-જુલાઈ દરમિયાન લોકો આ વધુ ખાય છે. તેમાં સીતાફળ, જલાપેનો મરી, મકાઈનો સમાવેશ થાય છે. ડુંગળી, ધાણાજીરું, ઓલિવ તેલ, લસણ, મરચાં, ટામેટાં, લીંબુ, ફુદીનો અને મીઠું અન્ય ઘણા મસાલા સાથે બનાવવામાં આવે છે. તેને બનાવવામાં 45 મિનિટનો સમય લાગે છે.


કોમ્પ્રેસ્ડ વોટરમેલન


આ વાનગીમાં તરબૂચનો તાજો રસ પીરસવામાં આવશે.


ટેન્ગી એવોકાડો સોસ


ટેન્ગી એવોકાડો સોસ બનાવવો ખૂબ જ સરળ છે. તેની ચટણી બનાવવા માટે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. જે એવોકાડો સાથે સર્વ કરવામાં આવે છે.


પોર્ટોબેલો મશરૂમ્સ


પોર્ટોબેલો મશરૂમ્સ એક સરસ રેસીપી છે. તમે આને કોઈપણ સાથે ખાઈ શકો છો. તેમાં તળેલા મશરૂમ હોય છે.


ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો


આ ખાસ વાનગી સૂકા મશરૂમ્સ, મીઠું, માખણ, ડુંગળી, ચોખા, ચમચી કેસર, મરી, પરમેસન ચીઝ વડે બનાવવામાં આવે છે.


લેમન ડીલ યોગર્ટ સોસ


આ ચટણી બ્રાઉન બટરથી બનાવવામાં આવે છે. જેમાં થોડું લસણ, લીંબુ અને કોથમીર ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ આ લેમન બટર સોસ બનાવવામાં આવે છે. તમે તેને કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકો છો.


ક્રિસ્પ્ડ મિલેટ કેક


આમાં ઘણા બધા આખા અનાજને ક્રશ કરીને કેક બનાવવામાં આવે છે. જેમાં ઘી, માખણનો ઉપયોગ કરવામાં આવે છે.