Ahmedabad: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે આવેલા હાઈ લેવલ પ્લેટફોર્મ નંબર 4 અને ટિકિટ બુકીંગ કાઉન્ડરનું ઉદ્ઘાટન કર્યું હતું. ખોડિયાર રેલવે અંદર બ્રિજનું પણ અમિત શાહે ઉદઘાટન કર્યું હતું. અમદાવાદ તથા પશ્ચિમ રેલવે દ્વારા અંદાજિત 33 કરોડના વિવિધ પ્રજાલક્ષી કર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યક્રમ અગાઉ અમદાવાદના હેબતપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ અમિત શાહે હાજરી આપી હતી.


આ પ્રસંગે ગૃહમંત્રીએ લોકોને સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, ઓવર બ્રીજના ભુમિ પૂજનનું કાર્ય પૂર્ણ કરાયું છે. એક સાથે કેટલાય પ્રશ્નોનું નિરાકરણ કરાયું. ક્રોસિંગથી મુક્ત મત ક્ષેત્ર બનાવવાનું કાર્ય ભાજપ સરકારે કર્યું. ચાંદલોડિયાથી આજથી જ ટ્રેન સ્ટોપ થશે. પાર્કિંગ, ટિકિટ બુકિંગ વ્યવસ્થા માટે 7. 8 કરોડના કાર્યોનું આજે ખાત મુહૂર્ત કર્યું. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, આંકડા જોયા વગર કોંગ્રેસ મનફાવે તેમ બોલે એટલે જ તમે ભાજપને જીતાડો છો. અમદાવાદ સિવાય ક્યાંય પણ BRTS સફળ થઈ નથી. મેટ્રોનું કાર્ય પણ પૂર્ણ થવા તરફ છે. 


અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કર્યુ વૃક્ષારોપણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં વૃક્ષારોપણ કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું વૃક્ષોના વાવેતરની દ્રષ્ટિએ ગાંધીનગર લોકસભા વિસ્તાર, ગુજરાતની હરિયાળીને વને વધુ ગાઢ કરવા નિશ્ચિત પ્રયાસ જરૂરી છે. સૌ નાગરિકોએ ભેગા થઇ પોતાના ગામ અને સોસાયટીમાં જેટલા ઘર કે એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ હોય તે દીઠ એક વૃક્ષ તો વાવવું જોઈએ.


પ્રકૃતિનું જતન એ પૃથ્વીના જતન એક માત્ર માર્ગ છે. કમનસીબે વિકાસની આંધળી દોટમાં પ્રકૃતિનું શોષણ કરવામાં આવી રહ્યું છે. વિકાસની આંધળી દોડે ઓઝોનના પડમાં મોટા ગાબડા પાડી દીધા છે. કાર્બન ડાયોકસાઇડનું શોષણ કરે તેવી વ્યવસ્થા જરૂરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.અમિત શાહે કહ્યું, વરસાદ લાવવો હોય તો વૃક્ષો વાવવા પડે, જમીનનું ધોવાણ અટકાવવું હોય તો વૃક્ષો વાવવા પડે. કોરોનાના એલાર્મથી આપણે સમજવું પડે કે ઓક્સિજનની અછતથી બચવું હોય તો વૃક્ષોનું વાવેતર જરૂરી છે.આ કાર્યક્રમ અંતર્ગત એક જગ્યા પર 75000 વૃક્ષો રોપવામાં આવ્યા અને 2022 માં 21 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા અને અમિત શાહે તેમનું સન્માન કર્યુ હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ વૃક્ષારોપણ કર્યું. અમદાવાદના મેયરે પણ વૃક્ષારોપણ કર્યું