Latest Ahmedabad News: ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન આતંકવાદીઓને (Terrorists) ઝડપીને મોટી આતંકી ઘટનાને બનતા રોકવામાં મહત્વની સફળતા મેળવી હતી. આઇએસ આતંકી સંગઠન માટે શ્રીલંકાના આતકવાદીઓને અમદાવાદમાં (Ahmedabad) સ્થાનિક સ્તરે મદદ કરવા માટે સક્રિય સ્લીપર સેલની કડી મેળવવા માટે એટીએસ અને ક્રાઇમબ્રાંચની ત્રણ અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી છે. હાલ આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.


અમદાવાદમાંથી ઝડપાયેલા ISISના ચાર આતંકી બાબતે શ્રીલંકામાં પણ કાર્યવાહી થઈ છે. શ્રીલંકન ટેરરીઝમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ TID દ્વારા 44 વર્ષીય ઈસમની અટકાયત કરી હતી. અમદાવાદમાંથી ઝડપાયેલા ચારેય આતંકીઓ સાથે ઘરોબો ધરાવતા કોલંબો અને અન્ય સ્થળોના કેટલાક શકમંદોની પણ પૂછપરછ કરાઈ રહી છે. ગુજરાત ATS દ્વારા ઝડપવામાં આવેલ ISIS ના ચાર આતંકીઓ પૈકી એક આતંકીનો પિતા શ્રીલંકા અન્ડરવર્લ્ડનો ડોન છે. મોહંમદ નફરાનના પિતાએ શ્રીલંકામાં હાઇકોર્ટના જજની કરી હતી હત્યા કરી હતી. અમદાવાદમાંથી ઝડપાયેલ મોહંમદ નફરાનના પિતા નિયાસ નૌફરને વર્ષ 2004માં હાઇકોર્ટ ના જજ સરથ અંબેપિટિયાની હત્યા માટે મૃત્યુ દંડની સજા કરવામાં આવી હતી હતી. શ્રીલંકામાં નિયાસ નૌફર પોટટ્ટા નૌફર તરીકે જાણીતો છે.


એટીએસના અધિકારીઓએ તાજેતરમાં અમદાવાદ એરપોર્ટથી  મોહમ્મદ નુશરથ ગની,, મોહમ્મદ નરફાન નૌફેર , મોહમ્મદ ફારિશ  ફારૂક ,માહમ્મદ રસદીન અબ્દુલ રહીમ  નામના આતંકીવાદીઓને ઝડપી લીધા હતા.  ઝડપાયેલા આતંકીઓ  ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલા હતા અને અબુ પાકિસ્તાની નામનો ઇસ્લામિક સ્ટેટનો હેન્ડલરની સુચના મુજબ આતંકીઓ  અમદાવાદ કે ગુજરાતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના હતા. તેમની પાસેથી મળી આવેલા ફોટોગ્રાફ્સની મદદથી પોલીસે નાના ચિલોડા-હિંમતનગર હાઇવે પરથી હથિયારો પણ જપ્ત કર્યા હતા. ગુજરાત એટીએસના ડીવાયએસપ હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચારેય શ્રીલંકન આતંકીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. તેમની પાસેથી તપાસ દરમિયાન એક કિલો ચાંદી પણ મળી આવી હતી. જે અંગે પુછતા જાણવા મળ્યું હતું કે જો તેમની પાસે ભારતીય ચલણ ઓછુ થઇ જાય તો ચાંદીનું વેચાણ કરીને નાણાંની વ્યવસ્થા કરી શકાય. એટીએસ દ્વારા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ માટે અમદાવાદ તેમજ ગુજરાતમાં સ્લીપર સેલ તરીકે કામ કરતા લોકોને ઝડપી લેવા માટે સાત જેટલી વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ સાત ટીમ પૈકી ત્રણ ટીમ અમદાવાદ અને ગુજરાતમાં કામ કરી રહી છે. જ્યારે અન્ય ચાર ટીમ અન્ય રાજ્યોમાં સક્રિય થઇ છે. એટીએસના અધિકારીઓને કડી મળી છે કે  ઇસ્લામિક સ્ટેટ દ્વારા માત્ર ગુજરાત જ નહી પણ અન્ય રાજ્યોમાં પણ આતંકીઓને મોકલાયા છે. જે આઇએસની સુચના મુજબ ગુજરાત સહિત દેશમાં અનેક સ્થળોએ એક સાથે આતંકી હુમલો કરી શકે તેવી શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે.