અમદાવાદ: શહેરમાં રહેતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીનો સામનો કરી રહેવા અમદાવાદીઓનું ખિસ્સું વધારે ખાલી થશે. કારણ કે, તંત્રએ AMTS અને BRTS બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી AMTS અને BRTSના ભાવમાં ફેરફાર અમલી બનશે. AMTSમાં ત્રણ કિલોમીટરથી ઓછા અંતર માટે 5 રૂપિયા ભાડું રહેશે. 3થી 5 કિલોમીટરના 10 રૂપિયા,5થી 8 કિલોમીટરના 15 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. 8થી 14 કીલોમીટરના 20 રૂપિયા,14થી 20 કિલોમીટરનો 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 20 કિલોમીટરથી વધુ મુસાફરી માટે 30 રૂપિયા ચૂકવવા પડશે.
તમને જણાવી દઈએ કે, BRTSમાં પણ નવો ભાવવધારો 1 જુલાઈથી અમલી બનશે. તંત્ર દ્વારા 10 વર્ષ બાદ આ ભાવ વધારો કરવામાં આવશે. તો બીજી તરફ AMTSની હવે નવી ખરીદીવાળી બસો AC હશે. આગામી 15 દિવસમાં AMC 100 AC બસ માટે ટેન્ડર બહાર પાડશે. BRTSની નવી બસો માટે પણ 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. AMC 325 નવી બસો પૈકી 300 ઇલેક્ટ્રિક બસની ખરીદી કરશે.
અમદાવાદમાં વધુ એક બ્રિજમાં પડ્યા ગાબડાં
અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ગાબડાં પડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં વધુ એક નવા બ્રિજમાં ગાબડાં પડ્યા હતા. અમદાવાદના સનાથલ ઓવરબ્રિજમાં ગાબડા પડ્યા હતા. માર્ચ મહિનામાં જ સનાથલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. પરંતુ 3 મહિનાની અંદર બ્રિજ પર ગાબડા પડી ગયા હતા.
96 કરોડના ખર્ચે ઔડાએ 1.38 કિલોમીટર લાંબો બ્રિજ બનાવ્યો હતો. પરંતુ કેટલાક સ્થળે ગાબડા પડી ગયા તો કેટલાક સ્થળે કપચી ઉખડી ગઈ હતી. હાલ બ્રિજ પરનો ક્ષતિગ્રસ્ત વિસ્તાર કોર્ડન કરી દેવાયો છે. બ્રિજનો કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશન કંપનીને અપાયો હતો. અને પ્રોજેકટ કન્સલ્ટન્ટ એજન્સી તરીકે ડેલ્ફ કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને જવાબદારી સોંપવામાં આવી હતી.
અમદાવાદ રાજકોટ હાઇવે ઉપરનો સનાથલ બ્રિજ 33.750 મીટર પહોળાઈ ધરાવે છે.તો પ્રતિદિન નાના મોટા 25 હજાર અને કમર્શિયલ 5 હજાર વાહનોની અવરજવર બ્રિજ ઉપર કરતા હોવાનું નોંધાયું છે. ઔડા દ્ધારા વર્ષ 2020 માં બ્રિજના ટેન્ડરની પ્રક્રિયા કરાઈ હતી જેમાં બ્રિજનો કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશન કંપનીને અપાયો હતો તો પ્રોજેકટ કન્સલ્ટન્ટ એજન્સી તરીકે ડેલ્ફ કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને જવાબદારી સોપાઈ હતી . છેલ્લા એક સપ્તાહથી પડતા વરસાદના પગલે હાલ બ્રિજના ક્ષતિગ્રસ્ત હિસ્સા ઉપર બેરીકેટ કરવામાં આવ્યું હતું.