અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના વધુ એક નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. એ.એમ.ટી.એસના ચેરમેન અતુલભાઈ ભાવસારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


અતુલભાઈ ભાવસારને ત્રણ દિવસથી લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતાં અતુલ ભાવસાર હોમ આઇસોલેટ થશે. નોંધનીય છે કે, હાલ, અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 2911 છે. અમદાવાદ શહેરમાં હવે પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન પછી દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાની સ્થિતિ વકરી છે. હાલ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાના સૌથી વધુ 480 એક્ટિવક કેસો છે. આ પછી પશ્ચિમ ઝોનમાં 475, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 466, દક્ષિણ ઝોનમાં 454, પૂર્વ ઝોનમાં 425, ઉત્તર ઝોનમાં 306 અને દક્ષિણ ઝોનમાં 305 એક્ટિવ કેસો છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય કોર્પોરેટરો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમજ સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.