અમદાવાદઃ શાળા ખુલતા જ વાલીઓને મોંઘવારીનો માર સહન કરવો પડશે. અમદાવાદમાં સ્કૂલ વાનના ભાડામાં 200 અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર અમદાવાદમાં સ્કૂલ વાન માટેના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રીક્ષામાં 100 રૂપિયા વધારો ઝીંકાયો હતો. ત્રણ વર્ષ બાદ સ્કૂલવાન અને સ્કૂલ રીક્ષાના ભાડામાં વધારો કરાયો હતો. જેથી હવે દર મહિને સ્કૂલવાનના 1 હજાર અને સ્કૂલ રીક્ષાના 650 રૂપિયા ચૂકવવા પડશે.
બીજી તરફ વડોદરાના શિનોરમાં માસ્ક વગર ભૂલકાઓને શિક્ષણ આપવાને લઈ રાજ્ય કક્ષાના મંત્રી કિરીટસિંહ વાઘેલાએ ગંભીર નોંધ લીધી હતી. ધોરણ 1થી 5ના વર્ગો શરૂ થયા છે ત્યારે પુનિયાદ ગામની પ્રાથમિક શાળામાં બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ માસ્ક નહોતું પહેર્યું.જેનો ફોટો મંત્રીના ધ્યાને આવતા તેમણે ગંભીર નોંધ લીધી અને શાળાના પ્રશાસન સાથે વાત કરી. સાથે મંત્રીએ કહ્યું કે, શાળામાં તબક્કાવાર શિક્ષણ શરૂ કરાયું છે ત્યારે જો કોઈ પણ શાળાઓમાં જો કોરોનાની SOPનો ભંગ થયો તો કાર્યવાહી થશે. તો બીજી બાજુ શાળાના પ્રિંસિપાલનો દાવો છે કે બાળકોની નિયમ મુજબ તપાસ કરાઈ છે.
વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાર મહિના લંબાવાઇ
Free Ration Scheme Extended: વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ ચાર મહિના સુધી લંબાવી છે. હવે આગામી માર્ચ સુધી મફત રાશન મળતું રહેશે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠક બાદ આ જાણકારી આપી હતી. ઠાકુરે કહ્યું કે આના પર કુલ 53344 કરોડ રૂપિયા ખર્ચ આવશે. આ યોજનાને લગભગ 80 કરોડ લોકોને ફાયદો મળતો રહેશે. અત્યાર સુધી 600 લાખ મીટ્રિક ટન સ્વીકૃત કરવામાં આવી ચૂક્યા છે. આના પર કુલ 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાના એક બિલને મંજૂરી આપી છે. સંસદના શિયાળુ સત્રમાં આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 19 નવેમ્બરના રોજ દેશને સંબોધિત કર્યો હતો અનેમાં કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરી હતી. સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે એમએસપીને વધુ પ્રભાવશાળી બનાવવા માટે કમિટીની રચના કરવામાં આવશે.