અમદાવાદઃ કેંદ્રની મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરતા સમગ્ર દેશના નાગરિકોને હાલાકી ભોગવી પડી રહી છે. આમ જનતા કલાકો સુધી બેંક અને ATM ની બહાર લાઇનોમાં ઉભા રહે છે. સરકારના આ નિર્ણયે આર્થિક ક્ષેત્ર ભુકંપ લાવી દીધો છે. લોકો છતા નાણાંએ નાણાં વગરના બની ગયા છે. દેશમાં ટુંકા ગાળાની મંદી છવાય ગઇ છે. લોકો કોઇ મોટી નાણાં અભાવમાં લોકો નવી ખરીદી કરી નથી શક્તા.
નોટો પર આવેલા પ્રતિબંધની સૌથી મોટી અસર આંગડીયા પેઢી પર જોવા મળી રહી છે. આગડયા પેઢીના કર્મચારીઓ દિવળી દરમિયાન રજા પર હતા. ત્યારે કેંદ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુક્તા આંગડીયા પેઢીઓએ વેકેશન લંબાવી દીધુ હતું. નોટો પર પ્રતિબંધ આવતા આર્થિક વ્યવહાર ઠપ પડી ગયો છે. એટલે આંગડીયા પેઢીઓએ 1 ડિસેમ્બર સુધી પોતાનું વેકેશન લંબાવી દીધું છે.
જ્યાં સુધી નોટો બદલાનો સિલસિલો સામાન્ય ના થાય અને આર્થિક વ્યવહારની ગાડી પાટા પર નહી આવે ત્યાં સધી આંગડીયા કર્મી કામ પર પરત નહી ફરે. કેમ કે, આંગડીયાની કામગીરી આર્થિક લેવડ દેવડના આધારે જ થતી હોય છે. હાલ આર્થિક લેવડ-દેવડ બંધ છે. લોકો પોતાની પાસે રહેલી જુની નોટોને કેવી રીતે વહેલામાં વહેલી પદલી શકાય તે વિચારી રહ્યા છે. તેના માટે ગુગલનો પણ સહારો લઇ રહ્યા છે.