ચોથો આરોપી હાર્દિક હજુ ફરાર હોવાથી તેના માતા પિતાના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલી આપ્યા હતા. સામૂહિક બળાત્કાર ગુજારનારા ચાર યુવકોમાંથી એબીવીપીનો કાર્યકર અંકિત પારેખ જ પીડિતાના મૃત જન્મેલા બાળકનો પિતા હોવાનો પોલીસે ભારે દબાણ બાદ જે ડીએનએ ટેસ્ટ કરાવેલા તેના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદઃ આ હોટલ પર થયો હતો યુવતી પર ગેંગરેપ, રજીસ્ટરમાંથી મળી એન્ટ્રી, જુઓ વીડિયો
આ અંગે પોલીસે જણાવ્યુ હતુ કે, એફએસએલની તાપસમાં એબીવીપીના કાર્યકર અંકિત પારેખ સાથેના શારીરિક સંબંધોથી પીડિતાને ગર્ભ રહ્યો હતો અને જન્મેલા મૃત બાળકનો તે બોયોલોજિકલ પિતા હોવાનુ ખૂ લ્યું છે. અંકિતના ડીએનએ મૃત બાળકના ડીએનએ સાથે મળતા આવ્યા હતા.
સામૂહિક બળાત્કાર અંકિતનુ નામ ખૂલ્યું તેના 40 દિવસ બાદ પણ તેની ધરપકડ નહોતી કરાઈ. દરમિયાનમાં પીડિતાનું મોત થતાં થયેલા દ હોબાળો થતાં આખરે આરોપી અંકિતને પકડવાની ફરજ પડી હતી. અંકિતના રાજકીય નેતાઓ સાથે ઘરોબો હોવાનું દર્શાવતા સોશિયલ મીડિયા સ્ક્રીન શોટ પણ વાઇરલ થયા હતા.