અમદાવાદ: રખિયાલ અને ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, જ્યારે આ અસામાજીત તત્વો હાથમાં હથિયાર સાથે ઉત્પાત મચાવી રહ્યા હતા ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી. જોકે, પોલીસથી ડરવાને બદલે આ અસામાજીક તત્વોએ પોલીસને પણ ધમકી આપી હતી અને પોલીસ કર્મચારીને ગાડીમાં બેસાડી દીધા હતા. જેને લઈને પોલીસની કામગીરી અંગે પણ સમગ્ર શહેરમાં સવાલો ઉઠી રહ્યા છે. આ સામાજિક તત્વોના આતંકના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અસામાજીક તત્વોનો તલવાર જેવા ઘાતક હથિયારો સાથેનો વિડીયો વાયરલ થયો છે


રખિયાલ અને બાપુનગરમાં બનેલા બનાવ અંગે પોલીસનું નિવેદન


આ ઘટના અંગે Dcp રવિ મોહન સૈની એ મહત્વનું નિવદેન આપ્યું છે. પીસીઆર વેનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કારવામા આવી છે. ફરજમાં બેદરકારી બદલ બંન્ને પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી નીકળી ગયેલ રખિયાલ પોલીસના સ્ટાફ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ફઝલ શેખ અને સમીર શેખ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


સામે આવેલી વિગતો અનુસાર ફઝલ શેખને પકડવા જતાં તે પડી ગયો હતો જેના કારણે તેને ઈજાઓ પહોંચી છે. ફઝલ શેખને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. અન્ય ફરાર આરોપીઓને શોધી કાઢવા 8 ટીમો બનાવવામાં આવી છે. 4 આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસ ઝોન એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી છે. આરોપીઓએ હત્યાની જૂની અદાવતમાં અગાઉથી ઝઘડાઓ થયેલ છે.


હત્યાની અદાવતમાં ગઈ કાલે 6 આરોપીઓ ઝઘડો કરવા ગયા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલ છે. ફઝલ શેખ વિરૂધ્ધ 16 ગુના નોંધાયેલ છે જેમાં 2 વાર પાસા અને એકવાર તડીપાર કરાયો છે. અફતાફ જુમ્મન વિરૂધ્ધ 43 ગુના અને 4 વખત પાસા કરાયા છે. સરવર ઉર્ફે કડવા વિરૂદ્ધ 21 ગુના અને 3 વખત પાસા કરાયા છે. સમીર શેખ વિરદ્ધ 3 ગુના અને એકવાર પાસા કરાયેલ છે. અન્ની રાજપૂત સામે 3 ગુના અને એકવાર પાસા કરાયેલ છે. મહેકુઝ સામે 3 ગુના અને એકવાર પાસા કરેલ છે. 


આ પણ વાંચો...


હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ