Arvind Kejriwal Gujarat visit: વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદમાં ઓટો રીક્ષા ચાલક સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં અરવિંદ કેજરીવાલે ઓટો રીક્ષા ચાલકોને વચન આપ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઓટો રીક્ષા ચાલકોના સંતાનો માટે શાળાઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત બીમારીમાં ઓટો રીક્ષા ચાલકોને રૂપિયા દસ લાખ સુધીની ફ્રી સારવાર આપવામાં આવશે.


 




તો બીજી તરફ સાંજે 8 કલાકે અરવિંદ કેજરીવાલ રીક્ષા ચાલકના ઘરે જમવા જશે. અરવિંદ કેજરીવાલ રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે ભોજન લેશે. ABP અસ્મિતા સાથે રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ વાત કરી. રિક્ષા ચાલકે કહ્યું કે, પંજાબના એક રિક્ષાચલાકના ઘરે અરવિંગ કેજરીવાવ જમવા ગયા હતા તેનો એક વિડીયો જોયા બાદ મને વિચાર આવેલો. તેમણે એમ પણ કહ્યું કે, મેં અગાઉ કોઈ તૈયારી નહોતી કરી. અમે દાળ, ભાત, રોટલી, દહીંનું રાયતું અને શિરો જમાડવાના છીએ. અરવિંદ કેજરીવાલએ આમંત્રણ સ્વીકાર્યું એટલે હવે અમે તૈયારીઓ ચાલુ કરી છે. કેજરીવાલ સાથે અન્ય ત્રણ લોકો ભોજન લેવા આવવાના છે એવું જાણવા મળ્યું છે.


તો વળી રિક્ષા ચાલકો સાથેના સંવાદમાં કેજરીવાલે હિન્દુત્વ ઉપર ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વગર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હું જે યોજનાઓની વાત કરું છું તેને તે લોકો ફ્રી ની રેવડી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે બીમારની સારવાર કરવાથી પુણ્ય મળે છે. આ પુણ્યએ લોકો કમાવા નથી દેતા આતો કેવા હિન્દુ છે. ધારાસભ્યો અને સાંસદોને મળતી ફ્રી સેવાઓ ટિપ્પણી કરતાં કેજરીવાલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અને મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફરી મળે છે તો લોકોને 300 યુનિટ ફ્રી વીજળી કેમ ન મળવી જોઈએ. તેઓને રેવડી ખાવી છે પરંતુ પ્રજાને રેવડી આપવી નથી.


કેજરીવાલે રીક્ષા ચાલકોને વિનંતી કરતા જણાવ્યું હતું કે, હવે માત્ર બે મહિના બાકી છે, દરરોજ તમારી રિક્ષામાં જે મુસાફરો બેસે તેને એક મોકો કેજરીવાલને આપવાની વિનંતી કરજો જો કોઈ સવાલ પૂછે તો તેને જવાબ આપજો કે કેજરીવાલ કટર ઈમાનદાર છે. તે ઝેરી દારૂ નથી વેચતો, કેજરીવાલ લાખો કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્ય નથી ખરીદતો. આમ કેજરીવાલે રિક્ષા ચાલકોને પોતાની પાર્ટીની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.