AHMEDABAD : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાંખો સક્રિય થયા છે ત્યારે આમદાવાદમાં AIMIM પાર્ટીના અધ્યક્ષ તેમજ લોકસભા સાસંદ અસદુદ્દીન ઓવૈસી આવી પહોંચ્યા છે. તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પોતાની પાર્ટી AIMIMને મજબૂત કરવાનું કામ કરશે. આ તબક્કે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા ખંભાત હિંસા, હનુમાન ચાલીસા અને મોહન ભાગવતના અખંડ ભારતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મોટું નિવેદન આપ્યું છે.
ખંભાત હિંસા અંગે શું કહ્યું ?
રામનવમીના દિવસે ખંભાતમાં થાયતેલી હિંસા પણ ઓવૈસીએ કહ્યું કે હિંસા હંમેશા હિંસા કહેવાય છે. આવી ઘટનાના સાચા વિડીયો બતાવવા જોઈએ.
આઈબીના ઈનપુટ હતા તો પહેલાથી જ આ ઘટનાને સરકાર રોકી શકતી હતી. કોઈ પણ જુલુસ નીકળે તો તેની પરવાનગી પોલીસ આપતી હોય છે. પોલીસે તેની જવાબદારીને લઈ રેલી સફળ કરવાની હોય છે.
હનુમાન ચાલીસ અંગે શું કહ્યું?
મસ્જિદોમાં અઝાનના લાઉડસ્પીકરની જેમ મંદિરોમાં લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસ વગાડવા અંગે ઓવૈસીએ કહ્યું કે મંદિરોમાં લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડવા એ સારી વાત છે, આરતી સવારે અમને ઉઠાડશે. તેમણે કહ્યું આરતી વગાડો, સરકાર તામરી છે, તમને શેનો ડર છે? તમે ઈચ્છો એ કરી શકો છો.
અખંડભારત અંગે શું કહ્યું ?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના નિવેદન અંગે ઓવૈસીએ કહ્યું કે પહેલા કાશ્મીર પર પૂર્ણ કબ્જો કરો અને પછી અખંડ ભારતની વાત કરો. અખંડ ભારતની વાત કરતા પહેલા ચીન જે ભારતની સીમા આવ્યુ છે તેને કાઢો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 8 વર્ષમાં શું કર્યું, જે 15 વર્ષમાં અખંડ ભારત કરશે? ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું હતું કે આવનારા 15 વર્ષમાં ફરી અખંડ ભારતનું નિર્માણ થશે.