અમદાવાદ: આજે રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર માઠી અસર પડી છે. અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. તો કેટાલય વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને કારણે સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ-ટીડીઓની જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) મોકૂફ રાખવામાં આવી છે. આ તા.૨૩/૦૭/૨૦૨૩ ને રવિવારના રોજ  ૧૦.૩૦ કલાકે લેવાની હતી, જે અતિભારે વરસાદ હોવાના કારણે મોકુફ રાખવામાં આવી છે. જો કે, આ પરીક્ષાના પુન:આયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે. 


જુનાગઢમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં આધેડ તણાયા


જુનાગઢ શહેરમાં આભ ફાટતા ભયંકર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ચારેકોરના પાણીના પ્રચંડ પ્રહાર વચ્ચે જુનાગઢ શહેરમાં અનેક લોકો ફસાયા છે. જુનાગઢના અનેક વિસ્તારો ગળાડુબ પાણીમાં ગરકાવ થયા છે. રમકડાની જેમ અનેક કાર તણાઈ છે. આ ઉપરાંત અનેક પશુઓ પણ તણાયા છે. 



આ બધાની વચ્ચે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક આધેડ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢમા એક વ્યક્તિ કાર સાથે તળાતા હોય તેવા દ્રશ્યો સામે  આવ્યા છે. આ વાયરલ વીડિયોમાં લોકો બોલી રહ્યા છે બાપા તણાઈ રહ્યા છે. મહિલાઓ ચીસો પાડી રહી છે કે કારની સાથે બાપા તણાઈ રહ્યા છે અને પાળી તૂટી ગઈ છે. આ ઉપરાંત પંચરની દુકાનમાં રહેલા મોટી સંખ્યામાં ટાયરો તણાયા છે.












Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial