Six Lane Highway: ગુજરાતમાં મુંબઇ અને દિલ્હી વચ્ચેનો સિક્સલેન હાઇવે બનવાનું કામ લગભગ પુરુ થવાના આરે છે, ત્યારે ગુજરાતમાં વધુ એક મોટો સિક્સલેન હાઇવે બનવાનું પ્લાનિંગ બની રહ્યું છે. માહિતી પ્રમાણે, હવે રાજકોટ અને અમદાવાદ વચ્ચે સિક્સલેન હાઇવે બનવાની કેન્દ્ર સરકારની યોજના છે અને આ માટે ખેડૂતોની જમીન હસ્તગત કરવા સરકારે અધિસૂચના જાહેર કરી દીધી છે. 


ગુજરાતમાં એક પછી એક હાઇવેને સિક્સલેન હાઇવેમાં ફેરવવાની તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે, આ અંતર્ગત હવે ભારત સરકારના સડક પરિવહન અને માર્ગ મંત્રાલય દ્વારા એક અધિસૂચના જાહેર કરવામાં આવી છે, જેમાં રાજકોટ અને અમદાવાદ વચ્ચેના હાઇવે સિક્સલેન હાઇવે બનાવવાનું નૉટિફિકેશન છે. આ અધિસૂચના અનુસાર રાજકોટ અને અમદાવાદ વચ્ચેના હાઈવે પર ચોટીલા પાસે 25 ખેડૂતોને જમીનો સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવશે. રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવે પર આવેલી જમીનો સરકાર સંપાદન કરશે, જેમાં ચોટીલા તાલુકાના મોટી મોલડી, નાની મોલડી, સાંગાણી અને ખરેડી ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવશે. સીક્સલેન હાઈવે બનાવવા માટે ખેતીલાયક અને બિનખેતી બન્ને પ્રકારની જમીનને સરકાર દ્વારા એક્વાયર કરવા માટે ખેડૂતોને જાણ કરવામાં આવી છે. જોકે, ખાસ વાત છે કે આ પહેલા ખેડૂતોએ આ માટે વાંધાઓ રજૂ કર્યા હતા પરંતુ આ વાંધાઓ સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ દ્વારા ધ્યાને લીધા બાદ નામંજૂર કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓએ જમીનોનો અહેવાલ કેન્દ્ર સરકારને મોકલી દીધો છે.


પ્રથમ વરસાદે જ ભ્રષ્ટ્રાચારની પોલ ખોલી! અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજની સાઈડનો ભાગ ધરાશાયી


ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે તો હાઈવેને નુકશાન પણ પહોંચ્યું છે. તો બીજી તરફ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજના છેડે ગાબડું પડ્યું છે. સાબરડેરી પાસે નવનિર્મિત નેશનલ હાઇવે પરના બ્રિજની સાઈડનો ભાગ ધરાશાયી થયો છે. આમ પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. મહિનાથી સવા મહિના પહેલા જ આ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.હલકી ગુણવત્તાનું કામ થયું હોવાને લઇ બ્રિજનો છેડાનો ભાગ ધરાશાયી થયો છે. છેલ્લા સાડા ચાર વર્ષ જેટલા સમયથી નેશનલ હાઈવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણની કામગીરી થઈ રહી છે. જો કે, આ પહેલા પણ રાજ્યમાં એક બ્રિજનો ભાગ ધરાશાયી થયો હતો. તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું નહોતુ. આમ એક બાદ એક બ્રીજ તૂટવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial