અમદાવાદઃ અમદાવાદના અટલ ફૂટ ઓવરબ્રિજ પર જવા માટે હવે મુલાકાતીઓએ ચાર્જ આપવો પડશે. મળતી જાણકારી અનુસાર, આવતીકાલથી અટલ બ્રિજ પર 3થી 12 વર્ષના બાળકો માટે અને 60 વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન માટે પ્રવેશ ફી 15 રૂપિયા વસૂલાશે. તો 12 વર્ષથી 60 વર્ષના નાગરિકો માટે એક કલાકના 30 રૂપિયા ટિકિટ ચાર્જ વસૂલાશે.


અટલબ્રિજ અને ફ્લાવર પાર્કની મુલાકાત માટે ફીના દર નક્કી કરાયા છે. બંને સ્થળે જવા માટે 3-12 વર્ષના બાળકોની એન્ટ્રી ફી 20 રૂપિયા નક્કી કરવામાં આવી છે.  દરેક મુલાકાતીએ માત્ર 30 મિનિટ અટલ બ્રિજની મુલાકાત કરવાની રહેશે. આ ઉપરાંત ફેરિયાઓને અહીં પ્રવેશ આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.  મુલાકાતીઓ આ બ્રિજ પર રમતગમતના સાધનો લઈ જઇ શકશે નહીં. તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીના હસ્તે અમદાવાદના અટલબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


Gujarat Election : પાટીદાર સમાજ કયા પક્ષ સાથે? નરેશ પટેલે શું આપ્યું મોટું નિવેદન?


નર્મદાઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા. નર્મદા જિલ્લામાં જે વિકાસ થઈ રહ્યો છે તેને વેગ મળતો રહે તેવી પ્રાર્થના નર્મદા નદીને કરી હતી. નર્મદા જિલ્લાનો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.  દરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે અને સંગઠન ને મજબૂત કારવાના ઉદ્દેશથી દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે.


આગામી વિધાનસભા માટે કહ્યું કે પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષ માં ફેલાયેલો સમાજ છે. ખોડલધામના નેજા હેઠળ કોઈ પક્ષ ની વાત કરવી એ વ્યાજબી ન ગણાય. કોઈ પણ સમાજના સારા ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાયને આવે તો ગુજરાતનું ભલું થાય. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે એવું કદી બને નહીં. ચૂંટણીનો માહોલ બને ત્યારે નક્કી થશે કે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થશે કે શું થશે તે.


Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગ આપવા આજે રાજ્યની 8 મહાનગરપાલિકા માટે રૂપિયા 50 કરોડની ફાળવણી કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ફાળવણી કરવામાં આવી છે.