Atiq Ahmed Shifting LIVE : સાબરમતી જેલમાંથી અતિકને લઈ પોલીસ નિકળી, અતીક અહેમદે કહ્યું- ' આ લોકો મારી હત્યા કરવા માંગે છે...'
સાબરમતી જેલમાંથી કુખ્યાત અતિક અહેમદને લઈને યૂપી પોલીસ નિકળી છે. સાબરમતી જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર છે.
gujarati.abplive.com Last Updated: 26 Mar 2023 10:33 PM
બ્રેકગ્રાઉન્ડ
સાબરમતી જેલમાંથી કુખ્યાત અતિક અહેમદને લઈને યૂપી પોલીસ નિકળી છે. સાબરમતી જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર છે. અતિકને યૂપી લઈ જવા બે રૂટ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે....More
સાબરમતી જેલમાંથી કુખ્યાત અતિક અહેમદને લઈને યૂપી પોલીસ નિકળી છે. સાબરમતી જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર છે. અતિકને યૂપી લઈ જવા બે રૂટ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ રૂટ પ્લાનમાં તેને રાજસ્થાનના બાંદા ચિત્રકૂટ થઈને ઉદયપુર થઈને પ્રયાગરાજ લાવવાની યોજના છે. ખાસ સંજોગોમાં STFને અન્ય રૂટ પ્લાનનો ઉપયોગ કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. જો કે, પોલીસે આ રૂટ પ્લાન અંગે ન તો કોઈ નિવેદન આપ્યું કે ન તો કોઈ વિગત જાહેર કરી છે. પરંતુ શક્યતા છે કે આ રૂટ પ્લાન મુજબ પોલીસ ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ સુધીનો પ્રવાસ શરૂ કરી શકે છે.પોલીસ ટીમને આ માર્ગથી પ્રયાગરાજ પહોંચવામાં 25 થી 30 કલાકનો સમય લાગી શકે છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર માફિયા ડોન અતીક સાબરમતી જેલમાંથી બહાર આવતાની સાથે જ લખનૌમાં બેઠેલા પોલીસ અધિકારીઓ તેનીટ્રેકિંગ શરૂ કરી દેશે. આખા માર્ગ દરમિયાન તે પોલીસના રડાર પર રહેશે.આ દરમિયાન અતીક અહેમદ જે વાહનમાં બેસશે તેની આગળ અને પાછળ પ્રયાગરાજ પોલીસના વાહનો હશે. જે વિસ્તારમાંથી તે પસાર થશે સંબંધિત પોલીસ સ્ટેશનની પોલીસ પણ એલર્ટ મોડ પર રહેશે. સાથે જ તેની કારથી આઠથી દસ કિમી આગળ જતા વાહનો પર પણ જીપીએસ દ્વારા નજર રાખવામાં આવશે.સાબરમતી જેલમાં રહેલ કુખ્યાત અતીક અહેમદની પૂછપરછ માટે આજે સવારે ઉત્તર પ્રદેશ પોલીસ સેન્ટ્રલ જેલ પહોંચી હતી. બે મોટી પોલીસની ગાડીમાં પોલીસના જવાન અને 2 બોલેરો ગાડીમાં પોલીસ અધિકારીઓ એમ કુલ 30થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. સેન્ટ્રલ જેલ પહોંચીને અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસકર્મીઓ હથિયાર સાથે આવ્યા છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિતની જેલોમાં ગુજરાતના ગૃહવિભાગે એકસામટું સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારે તેની પાછળ અતીકની શંકાસ્પદ એક્ટિવિટીને માનવામાં આવી હતી. ત્યારે આજે ઉત્તર પ્રદેશ પોલીસ સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી છે. સાબરમતી જેલમાં જેલવાસ ભોગવતા અતીક અહેમદની યુપી પોલીસ પૂછપરછ કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
યુપી પોલીસનો કાફલો રાજસ્થાનમાં પ્રવેશ્યો
સાબરમતીથી અતીક અહેમદને લઈ જતો યુપી પોલીસનો કાફલો રાજસ્થાનમાં પ્રવેશ્યો છે. અતીકની સુરક્ષાને લઈ પ્રયાગરાજમાં યૂપી પોલીસની હાઈલેવલની બેઠક.