અમદાવાદ: અમદાવાદના રખીયાલ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. રખીયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પર ગઇ કાલે તલવારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.   રખિયાલમાં આવેલી ઇબ્રાહીમની ચાલીમાં રખિયાલ પોલીસની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ આરોપીને પકડવા માટે ગઇ હતી. 


પોલીસકર્મીઓને આરોપી નહીં મળી આવતાં ટીમ પરત ફરી હતી ત્યારે ચાર શખ્સો તલવાર લઈને આવ્યા અને તમે અહીંયાં કેમ આવ્યા છો તેમ કહીને પોલીસની ટીમ પર  હુમલો કરી દીધો હતો. આ દરમિયાન એક પોલીસકર્મી રક  એક શખ્સે  માથામાં તલવાર મારી દીધી હતી. ગઈ કાલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો.  


200 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ


ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટે જેલ હવાલે કર્યો છે. ATSએ વધુ રિમાન્ડની માંગ ન કરતા જેલ હવાલે કરાયો છે. લોરેન્સને બાય રોડ અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવશે. જખૌના 200 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.  ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ નલિયા કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે લોરેન્સને સાબરમતી જેલના હવાલે કર્યો છે. ATS દ્વારા લોરેન્સને બાય રોડ સાબરમતી જેલમાં લાવવામાં આવશે.



200 કરોડના ડ્રગ્સ કેસમાં ધરપકડ


સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે.   તેના પર વધુ કાયદાકીય સકંજો કસવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ (રો) તેની પૂછપરછ કરશે. 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં  લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.


ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇની સંડોવણી


ગુજરાત ATS એ જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી ATSને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી.