અમદાવાદઃ પોલીસ કર્મીઓ પર હુમલાનો સિલસિલો યાથવત છે સત્ત બીજા દિવસે શહેરના રામોલ વિસ્તારમાં પોલીસ કર્મી પર છરી વડે હુમલો કર્યાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મી અને કાર ચાલક વચ્ચે વાહન ચાલવા બાબતે ઝગડો થયો હતો.
ગત મોડી રાત્રીના રામોલની નિરાંત ચાર રસ્તા પરના જ્યા એક બાઈકે ચાલક અને કાર ચાલકને ઉભો રાખી ઝગડો કર્યો હતો. બાઈક ચાલકનું નામ જયપલ ઝાલા છે જે ડિવિઝન એસીપીના ડ્રાઇવર છે. અને ઘર તરફ જય રહ્યા હતા ત્યારે શિફ્ટ કાર ચાલક સાથે તકરાર થઇ હતી અને આ તકરાર એટલી હદે વધી ગઈ કે કાર ચાલક મોહિત ચૌહાણે છરી વડે હુમલો કરી ફરાર થઇ ગયો હતો. ત્યારે પોલીસ કર્મીને ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. જે ફરિયાદના આધારે રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ડ્રાઇવર મોહિત ચૌહાણની ધરપકડ કરી લીધી છે.
કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો કારના આરટીઓ નંબર પરથી પોલીસે આરોપીનું પગેરું મેળવ્યું હતું. ત્યારે જો સૂત્રોની વાત માનીએ તો વાંક પોલીસ કર્મી જયરાજ ઝાલાનો હતો. અને નશાની હાલતમાં પણ હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે રામોલ પોલીસે આરોપી ડ્રાઇવરની પણ પોલીસ કર્મીની વિરુદ્ધની ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસ કર્મી નશાની હાલતમાં હતો અને કારમાં તોડફોડ કરી છે ત્યારે આ મામલે પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.