Dhirendra Shastri LIVE: અમદાવાદના વટવામાં આવતીકાલે સાંજે યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે, સુરત, ગાંધીનગર બાદ આજે અમદાવાદમાં ભક્તો સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રૂબરૂ થશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 May 2023 05:19 PM
અમદાવાદના વટવામાં યોજાશે બાબાનો દરબાર

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું વધુ એક વખત સ્થળ બદલાયુ છે. અમદાવાદના ઓગણજની જગ્યાએ આવતીકાલે વટવામાં દિવ્ય દરબાર યોજાાશે.  તારીખ 30/05/2023 ના રોજ વટવા શ્રીરામ મેદાનમાં બાગેશ્વર દરબાર સાંજે 5:00 થી 7:00 યોજાશે.

બાબા બાગેશ્વરનો મોર સાથે નૃત્ય કરતો વીડિયો વાયરલ 

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ અમદાવાદમાં છે. આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં તેઓ મોર સાથે નૃત્ય કરતાં નજરે પડે છે. આ વાયરલ વીડિયો સુરતનો હોવાનું અનુમાન છે.


વાયરલ વિડિઓ સુરત નો હોવાની  અનુમાન 

અમદાવાદમાં બાબાનો દરબાર રદ્દ

અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર રદ્દ થઇ ગયો છે, અમદાવાદના ઓગણજ ખાતે બે દિવસીય દિવ્ય દરબાર યોજાવવાનો હતો, પરંતુ વ્યવસ્થા ખોરવાઇ જતાં દિવ્ય દરબારને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં 29 અને 30 તારીખે યોજાવવાનો હતો આ મોટો કાર્યક્રમ.

આજનો બાબાનો દિવ્ય દરબાર થઇ શકે છે રદ્દ

આજે અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે, જોકે, આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, માહિતી છે કે, આજનો દિવ્ય દરબાર રદ્દ થઇ શકે છે, કેમ કે ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે દિવ્ય દરબાર સ્થાન ઓગણજમાં ગ્રાઉન્ડ પર ઠેર ઠેર પાણીના ખોબોચીયાં ભરાઇ ગયા છે, અને મોટા ભાગની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. આજે એટલે કે 29 અને 30 મેએ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. ખાસ વાત છે કે, સુરત બાદ ગાંધીનગર અને હવે આજે અમદાવાદમાં બાગેશ્વર સરકાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવવાનો હતો, પરંતુ ગઇકાલે અચાનક પડેલા ભારે વરસાદ અને પવન ફૂંકાવવાના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ચાણક્યપુરીના સ્થાને બાબાનો દિવ્ય દરબાર ઓગણજ સ્થિત ગ્રાઉન્ડમાં યોજાવવાનો છે, પરંતુ આજે દિવ્ય દરબાર રદ્દ થવાની શક્યતા છે. કાર્યક્રમ સ્થળ પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.


 

આયોજન સ્થળે પાણી ભરાયા

બાગેશ્વર સરકાર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં છે, આજે ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનો અમદાવાદનો દિવ્ય દરબાર યોજશે, બાબાના દિવ્ય દરબારને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે, ગઇકાલે પડેલા ધોધમાર વરસાદ અને પવન ફૂંકાવવાના કારણે દિવ્ય દરબાર યોજવાના સ્થળને અસર પહોંચી છે. અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન અમદાવાદમાં આજે ઓગણજમાં થવાનું છે. ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે દિવ્ય દરબાર સ્થાન ઓગણજમાં ભારે નુકશાન પહોંચ્યુ છે, અહીં ગ્રાઉન્ડ પર વ્યવસ્થા ખોરવાઈ ગઇ છે. હાલમાં આજના દિવ્ય દરબારના આયોજન અંગે પણ અસમંજસ ઉભી થઇ છે. કેમ કે ઓગણજમાં ગ્રાઉન્ડ પર કેટલીય જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે, અને ત્યાંની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.

આ પહેલા સુરતમાં ભરાયો દરબાર

સુરતમાંથી બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શરુઆત ગુજરાતમાં થઈ ગઈ છે. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું. ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખંડ કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નિકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું.  




 


બે દિવસીય બાબાનો દરબાર

સુરત બાદ હવે આજે એટલે કે 29 અને 30 મેએ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.  ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાયો છે. 

આજે 2 લાખ લોકો દિવ્ય દરબારમાં હાજરી આપશે

આજે અમદાવાદમા બાબા બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇને મોટા સમાચાર છે. અમદાવાદના ચાણક્યપુરીમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ઓગણજ સ્થિત પ્રમુખ સ્વામી નગરમાં યોજાશે. વાસ્તવમાં ચાણક્યપુરીમાં બાબાનો દરબાર યોજવાની પોલીસ મંજૂરી આપે તેવી સંભાવના ઓછી હતી. સમર્થકો સામે જગ્યા નાની પડતી હોવાના કારણે પોલીસ કાર્યક્રમને મંજૂરી આપવાની વિરોધમાં હતા. દરબારમાં 2 લાખ લોકો આવશે તેવો આયોજકો દાવો કરી રહ્યા છે.

ગઇકાલે બાબાએ કર્યા હતા અંબાજી માતાજીના દર્શન

ગઇકાલે સવારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતથી અમદાવાદ પહોંચ્યા હતા, આ પછી બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીમાં માતા અંબાજીના આશીર્વાદ કરવા પહોંચ્યા હતા, બાબા હેલિકૉપ્ટર મારફતે અંબાજી રવાના થયા હતા, અને દાંતા ઉતરીને અંબાજી મંદિર પહોંચ્યા હતા. બાદમાં અંબાજીથી વિશ્વ ઉમિયાધામમા માંતા ઉમિયાના દર્શન કરવા પહોંચ્કયા હતા. 

બ્રેકગ્રાઉન્ડ

Dhirendra Shastri Updates: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે, સુરત, ગાંધીનગર બાદ આજે અમદાવાદમાં ભક્તો સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રૂબરૂ થશે. આ પહેલા ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ માં અંબાજીના દર્શન કર્યા હતા, અને બાદમાં ગાંધીનગર થઇને અમદાવાદ પરત ફર્યા હતા. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.