Baba Dhirendra Shastri: બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વ ઉમિયાધામ પહોચ્યા છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કરશે. આ ઉપરાંત બાબા વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની આરતી અને પૂજા કરશે. શિલાપૂજન અને પુજા બાદ બાબા દિવ્યવાણીનો લાભ આપશે. બાબા વિશ્વના સૌથી ઊંચામાં ઉચા મા ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યનું નિરિક્ષણ કરશે.વિશ્વ ઉમિયાધામમાં બાબાનુ સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


 



બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી નો ગુજરાતમાં આજે બીજો દિવ્ય દરબાર


સુરત બાદ ગાંધીનગરના ઝુંડાલ ખાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે  દિવ્ય દરબાર યોજાશે. ઝુંડાલ ખાતે આવેલ રાઘવ ફાર્મમાં ગુરુ વંદના મંચ દ્વારા બાબાના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. રાજ્યભરના પીઠાધીશ્વર, મહામંડલેશ્વર,સંતો, મહંતો અને આમંત્રિત પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બાબાના દરબારમાં ઉપસ્થિત રહેનાર સંતો, મહંતો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને હિન્દુ રાષ્ટ્ર માટે પોતાનું સમર્થન જાહેર કરશે. સાંજે 4 વાગ્યાથી સંતો મહંતો અને આમંત્રિત મહેમાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ 3 મેદાનમાં 15 હજાર લોકો માટે  વ્યવસ્થા કરવામાં આવી છે.




ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબાજી માતાના દર્શન કર્યા

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબાજી પહોંચીને માં અંબાના દર્શન કર્યા છે, અંબાજીના દર્શન કરીને બાબાએ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યુ હતુ. બાબા સવારે હેલિકૉપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા હતા, હવે બાબા અમદાવાદ પરત ફરશે. 




આજનો ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ

આજે સવારે સુરતથી બાબા અમદાવાદ પહોંચ્યા છે, હવે બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીમાં માતા અંબાજીના આશીર્વાદ લેવા પહોંચશે. બાબા હેલિકૉપ્ટર મારફતે અંબાજી રવાના થશે. બાબા સુરતથી અમદાવાદ 8 વાગે આવી પહોંચ્યા છે. સવારે 10.30એ અમદાવાદથી દાંતા જવા રવાના થશે, સવારે 11.30 એ દાંતા પહોચશે. આ પછી 12.15એ બાબા અબાજી માતાજીના દર્શન કરશે, બાદમાં બપોરે 1 વાગે ઇસ્કોન અંબે વેલીમાં વિશ્રામ કરશે, 3 વાગે અંબાજીથી અમદાવાદ આવવા રવાના થશે. અંબાજીથી વિશ્વ ઉમિયાધામમા માંતા ઉમિયાના દર્શન કરશે. આ પછી સાંજે 7 વાગે રાઘવ ફાર્મમાં બાબા હાજરી આપશે. 




આયોજનને લઇને હતો સંશય

ઉલ્લેખનીય છે કે સુરત બાદ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.  ભરાવાનો છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાય તેવી સંભાવના છે. આ અગાઉ આયોજકો દિવ્ય દરબાર ચાણક્યપુરીમાં યોજવા માટે અડગ હતા. કાર્યક્રમને લઇને પાસની પણ વહેંચણી કરી દેવામાં આવી હતી. પરંતુ પોલીસ આ કાર્યક્રમને મંજૂરી આપવા તૈયાર નહોતી. આખરે આયોજકોને પોલીસ સામે ઝૂકવું પડ્યું હતું અને બાબાનો દરબાર ચાણક્યપુરીમાં નહી પરંતુ ઓગણજમાં યોજાય તેવી શક્યતા છે.