અમદાવાદ: બાગેશ્વરના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર અમદાવાદ આવશે. જે બાદ અમદાવાદમાં ફરી બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 3 દિવસ અમદાવાદમાં રોકાશે. ઓક્ટોબરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને રામ કથા માટે આમંત્રણ અપાયું છે. બાબા બાગેશ્વરના આગમન પહેલા જ અમદાવાદના અયોજકએ તૈયારીઓ  શરૂ કરી દીધી છે. બાબા બાગેશ્વરના પોસ્ટરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રામકથા માટે અમદાવાદથી આયોજકે  આમંત્રણ આપ્યું છે. નોંધનીય છે કે, આ પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજ્યના વિવિધ શહેરોમાં દિવ્ય દરબાર યોજ્યો હતો.




પરણિત મહિલાના સિંદુર વિશે બાબાના નિવેદનથી થયો હતો વિવાદ


બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું  છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાગેશ્વર બાબા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરના મહિનાઓમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે. થોડા દિવસ પહેલા  ગ્રેટર નોઈડામાં તેમની કથા હતી.  જો કે તે હવે તેમના નિવેદનોના કારણે વિવાદમાં ફસાઇ રહયાં છે. પરણિત મહિલાઓ પર બાબાએ કરેલા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે આ નિવેદના કારણે તેમનો વિરોધ થઇ રહ્યો છે.


બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું  છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મહિલાઓ વિશે નિવેદન આપ્યું હતું કે ' પરણિત સ્ત્રીઓએ ગળામાં મંગળસૂત્ર અને માંગ ભરવી જોઇએ નહિત તો લોકો સમજશે કે  'પ્લોટ' ખાલી છે.



બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદને વિવાદ સર્જ્યો છે.  આજે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આમાં તેઓ પ્રવચન દરમિયાન કહે છે, 'જો કોઈ મહિલા પરિણીત હોય તો તેની બે ઓળખ હોય છે - માંગનું સિંદૂર, ગળામાં મંગળસૂત્ર. ખેર, કહી દઉં કે માંગનું સિંદૂર ભરાયું નથી, ગળામાં મંગળસૂત્ર ન હોય તો શું વિચારીએ ભાઈ, આ પ્લોટ હજુ ખાલી છે.' બાબાના આ વીડિયો વાયરલ થયો છે અને લોકો તેમના આ નિવેદનનો વિરોધ કરી રહ્યં છે.  એક ન્યૂઝ ચેનલે તો 'બાગેશ્વર બાબા કી ગંદી બાતબાત' નામનો કાર્યક્રમ પણ બનાવ્યો છે.


આ વીડિયોમાં બાગેશ્વર બાબા આગળ કહે છે કે  માંગનું સિંદૂર ભરાયેલ હો. અને  ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો દૂરથી જોઈ શકીએ છે કે રજિસ્ટ્રી થઈ ગઈ છે. જો કે, આ વીડિયોમાં જોવા મળે છે કે, ઉપદેશ સાંભળી રહેલી ઘણી મહિલાઓ તાળીઓ પાડીને તેને સાંભળી રહી છે અને હળવાશથી લેતા હસી રહી છે જો કે પરંતુ સોશિયલ મીડિયા પર તેનો સખત વિરોધ થઇ રહ્યો છે.