અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા હત્યાકાંડમાં 21 વર્ષની સજા ભોગવી રહેલા બાબુ બજરંગીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. બાબુ બજરંગીને બીમારીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.
બાબુ બજરંગીએ સુપ્રીમ કોર્ટમાં આંખની રોશની જતી રહી હોવાથી અને બાયપાસ સર્જરીનું કારણ આપી સુપ્રીમમાં અરજી કરી હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે મેડીકલ રીપોર્ટ માંગ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે બાબુ બજરંગીને 20 એપ્રિલ 2018ના રોજ 21 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે ટ્રાયલ કોર્ટે બજરંગીને ઉમર કેદની સજા કરી હતી. જે સજા હાઇકોર્ટે ઘટાડીને 21 વર્ષ કરી હતી.