અમદાવાદ શહેરમાં નવજાત બાળક તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું છે. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં મહાલક્ષ્મીનગર નજીકથી તરછોડાયેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું છે. બપોરના સમયે કોઈ અજાણી વ્યક્તિ નવજાતને તરછોડી ફરાર થઇ જતા સમગ્ર મામલો સામે આવ્યો છે. બાળક તરછોડ્યું હોવાની જાણ થતા મહાલક્ષ્મીનગરના સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી હતી. 


અમરાઇવાડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયું છે. તરછોડાયેલું બાળક મળતા મહાલક્ષ્મીનગર નજીક લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.


દિવાળીમાં કેટલા કલાક ફોડી શકાશે ફટાકડા ? રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી સમય મર્યાદા કરી નક્કી


દિવાળી તેમજ અન્ય તહેવારમાં રાત્રે 8થી 10 તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટથી રાત્રે સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ગૃહ વિભાગે જાહેર કરેલા જાહેરનામા પ્રમાણે સુપ્રિમ કોર્ટે માન્ય કરેલ તેમજ ગ્રીન ફટાકડા સિવાય અન્ય પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.



એટલું જ નહીં વધુ ઘોંઘાટ કરનાર અને પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા ફોડી શકાશે નહીં. ફટાકડાનું વેચાણ માત્રને માત્ર લાયસન્સ ધારક સ્ટોર ધારક જ કરી શકશે. કાયમી કે હંગામી ધોરણે ફટાકડા લાયસન્સ ન મેળવનાર વેંડર, લારી ગલ્લા કે હંગામી ધોરણે શેડ બાંધી ફટાકડાનું વેચાણ કરનાર સામે કાર્યવાહીના આદેશ અપાયા છે. સાથે જ ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.


આ ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ ફટાકડા ફોડવાના સમય અંગે જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે. રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે, એટલે કે બે કલાકના સમયગાળામાં જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે.