અમદાવાદઃ વિશ્વની સૌથી મોટી અને શ્રેષ્ઠ બ્યુટી રિટેલર બ્રાન્ડ સેફોરાએ શહેરના અમદાવાદ વન મોલમાં પોતાના પ્રથમ સ્ટોરના પ્રારંભ દ્વારા મેકઅપના અનુભવની શૈલીને નવેસરથી વ્યાખ્યાયિત કરવાની પોતાની અવિરત કામગીરીને આગળ ધપાવી છે. મેક-અપ, સ્કીન-કેર, ફ્રેગરન્સીસ, બાથ અને બોડી કેટેગરીસ, બ્યુટી એક્સેસરીઝ તથા હેરકેર પર સવિશેષ ભાર મુકતી બ્રાન્ડે સેફોરાના નૃત્યવૃંદના અદભૂત પરફોર્મન્સ સાથે આ નવા સ્ટોરનો શુભારંભ કર્યો હતો. નૃત્યવૃંદ દ્વારા રોમાંચક બનાવાયેલા માહોલમાં વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું. મોલના મુલાકાતીઓએ પણ આ સંગીત અને નૃત્યમય માહોલનો આનંદ માણ્યો હતો અને પોતાની સૌથી પસંદગીની બ્રાન્ડ્સ અને ઉત્પાદનોની ખરીદી માટે સ્ટોરમાં ઉમટ્યાં હતાં.


વિશ્વની ટોચની ફ્રેન્ચ બ્યુટી રિટેલર સેફોરા વિશેષરૂપે વર્ગીકૃત કરાયેલી ટોચની 110 બ્રાન્ડ્સનું ઘર છે, જેમાં સેફોરા કલેક્શન, નવી બ્રાન્ડ્સ, બ્યુટી ક્લાસિક્સ, કલ્ટ ફેવરિટ્સ તથા ઉભરતી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. ભારતમાં સેફોરાનો આ 23મો જ્યારે અમદાવાદમાં આ તેનો પ્રથમ સ્ટોર છે. દેશના અન્ય સેફોરા સ્ટોર્સની જેમ જ આ સ્ટોરમાં પણ તેની મેક-અપ, સ્કીન-કેર, ફ્રેગરન્સીસ, બાથ અને બોડી કેટેગરીસ ઉપરાંત બ્યુટી એક્સેસરીઝની ઈન-હાઉસ અને એક્સક્લુઝિવ શ્રેણીઓ ઉપલબ્ધ બનાવાઈ છે.



સ્ટોરના કલેક્શનમાં સૌંદર્ય વિશ્વમાં સુપ્રસિદ્ધ નામો જેમ કે સેફોરા કલેક્શન ઉપરાંત એક્સક્લુઝિવ બ્રાન્ડ્સ જેમાં બેનિફિટ, મેકઅપ ફોરએવર કવર એફએક્સ, બોસિઆ, સ્ટિલા, ન્યૂડસ્ટિક્સ, બેક્કા, ફોરિઓ, ક્લેરા, બ્યુટી બ્લેન્ડર, ઓલિવ, બર્ટ્સ બીસ, કેઓલિઓન, ઓયુએઆઈ, અવેડા, સ્મેશ બોક્સ, પર્સી એન્ડ રીડ, પિક્સી, કેઓલિઓન, એનેસ્ટેસિયા બેવર્લી હિલ્સ વગેરેનો સમાવેશ થાય છે જે માત્ર સેફોરા માટે એક્સક્લુઝિવ છે. સ્ટોરમાં ઉપલબ્ધ અન્ય બ્રાન્ડ્સમાં ડાયર, એસ્ટી લૌડર, ક્લિનિક, ગિવન્ચિ, શિસેઈડો તથા ક્લેરિન્સ જ્યારે ફ્રેગરન્સીસની બ્રાન્ડમાં ટોમ ફોર્ડ, અર્માની, રાલ્ફ લૌરેન, બર્બરી, બલ્ગેરી, વર્સાચે સહિતની અન્ય બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. સેફોરાએ સ્ટોર ખાતે અત્યંત લોકપ્રિય અને ડિમાન્ડ ધરાવતા હુડા બ્યુટીનું પણ લોન્ચિંગ કર્યું છે.



સેફોરા દ્વારા વિશેષ મહેમાનો માટે જૈના અને કુલિન લાલભાઈની યજમાની હેઠળ એક્સક્લુઝિવ શોપિંગ પ્રીવ્યુ અને મેકઅપ એક્સપિરિન્શિયલનું પણ આયોજન કરાયું હતું. મહેમાનો સેફોરા કલેક્શનની આઈકોનિક અને લેકર, સાટિન, શાઈન તથા મેટ એમ ચાર ફિનિશિસ ધરાવતી રોગ લિપસ્ટિક્સ, આઉટરેજીયસ ઓવરસાઈઝ્ડ મસ્કરા, ક્રિમ લિપ સ્ટેઈન્સ, લિક્વિડ ગ્લો ફાઉન્ડેશન, ફેસ શિમરિંગ પાઉડર સહિતની સેફોરામાં ઉપલબ્ધ વિવિધ અન્ય બ્રાન્ડ્સ ટ્રાય કરતાં જોવાયા હતાં.



આ પ્રસંગે બોલતાં અરવિંદ બ્યુટી બ્રાન્ડ્સ ખાતે સેફોરા ઈન્ડિયાના સીઈઓ શ્રી વિવેક બાલીએ જણાવ્યું હતું કે સેફોરા અમદાવાદમાં સૌંદર્ય પ્રસાધનના અનુભવની શૈલીને નવેસરથી વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખશે. બ્યુટી સ્ટોર્સ રચનાત્મક સ્થળ હોય તેવું ગ્રાહકો ઈચ્છે છે અને તે બાબતને ધ્યાનમાં રાખીને જ અમે સેફોરાની સ્થાપના કરી છે. અમે સ્ટોરમાં તમામ ગ્રાહકોને સૌંદર્યનો અનુભવ કરાવીશું જેમાં તેઓ તદ્દન નવા ઉત્પાદનો અને ટ્રેન્ડ્સ વિશે જાણવા ઉપરાંત તેમાંથી પ્રેરણા લઈ તેનો લાભ લઈ શકશે. વિશ્વની સૌથી મોટી સૌંદર્ય ક્રાંતિમાં જોડાઈ સૌંદર્ય પ્રસાધનોની વિવિધ પ્રોડક્ટ્સ ટ્રાય કરી તેને ખરીદી સેફોરાનો અનુભવ કરવા માટે અમે અમદાવાદવાસીઓને આવકારીએ છીએ.