અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ) દ્વારા દર વર્ષ યોજાતી ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં યોજાયેલી ફાઈનલમાં પ્રોફેશનલ કેટેગરીમાં અમદાવાદની નિધી નાનવાલ વિજેતા બની હતી.
આઈસીએસઆઈની 19મી ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝના ફાઈનલ રાઉન્ડ અંગે માહિતી આપતા આઈસીએસઆઈના રિજનલ કાઉન્સિલ મેમ્બર સીએસ ચેતન પટેલે જણાવ્યું હતું કે, ‘આઈસીએસઆઈ દ્વારા 19મી ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝ દ્વારા તા. 12 ઓક્ટોબર 2019નાં રોજ એમસીક્યુ પેટર્નથી ઓનલાઈન કોમ્પીટીશન નો પ્રિલીમનરી રાઉન્ડ યોજાયો હતો. તા. 6 નવેમ્બર 2019નાં રોજ તેનો સેમી ફાઇનલ રાઉન્ડ યોજાયો હતો. ઓનલાઈન ક્વીઝને ફાઉન્ડેશનનાં સ્ટુડન્ટસ, એક્ઝિક્યુટીવ અને પ્રોફેશનલ પ્રોગ્રામ તબક્કાઓ મારફતે યોજવામાં આવી હતી. સેમી ફાઇનલ રાઉન્ડમાં પ્રિલિમનરી રાઉન્ડ કરતાં થોડું અઘરું સ્તર રાખવામાં આવ્યું હતું. આ ક્વીઝમાં કુલ 18 હજારથી વધારે વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો.’
આ રાઉન્ડ બાદ ફાઉન્ડેશન, એક્ઝિક્યુટીવ અને પ્રોફેશનલ સ્ટેજીસ એમ ત્રણ કેટેગરીઓમાંથી ટોચના ચાર સ્ટુડન્ટસને નેશનલ રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં કુલ 48 વિદ્યાર્થીઓ ફાયનલમાં પહોંચ્યા હતા. આજે યોજાયેલી ફાઇનલમાં 31 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આઈસીએસઆઈની 19મી ક્વીઝ નેશનલ લો ક્વીઝ સ્પર્ધાનું ફોર્મેટ સીએસ તેજપાલ શેઠ અને સીએસ મનોજ હુરકરે તૈયાર કર્યું હતું. ફાઇનલમાં 400થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ રાઈટીંગ રાઉન્ડ બાદ સ્ટાર્ટ ધ ક્વીઝ, ફીલ ધ ક્વીઝ, બર્જર / ગ્રેટ ધ ક્વીઝ અને રેપીડ ફાયર રાઉન્ડનો સમાવેશ થયો હતો.’
આઈસીએસઆઈના અમદાવાદ ચેપ્ટરના ચેરમેન સીએસ મેહુલ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે યોજાયેલી નેશનલ લો ક્વીઝ ફાઇનલમાં કાયદાકીય, કોર્પોરેટ, કંપની સેક્રેટરી, ફાઈલીંગ અને કોમ્પલાયન્સ સંબંધીત સવાલો પૂછવામાં આવ્યા હતાં.
ICSIની ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝના ફાઇનલ રાઉન્ડમાં અમદાવાદની વિદ્યાર્થીની બની વિજેતા, 18000થી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ
abpasmita.in
Updated at:
24 Nov 2019 10:40 AM (IST)
ફાઇનલમાં 400થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ રાઈટીંગ રાઉન્ડ બાદ સ્ટાર્ટ ધ ક્વીઝ, ફીલ ધ ક્વીઝ, બર્જર / ગ્રેટ ધ ક્વીઝ અને રેપીડ ફાયર રાઉન્ડનો સમાવેશ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -