Jagnnath Rathyatra: અમદાવાદમાં દર અષાઢી બીજે યોજાતી રથયાત્રાને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રા પૂર્વે યોજાતી કળશ યાત્રાને લઇને તૈયારીને આખરી ઓપ આપી દેવાઇ છે.


આ વર્ષે અષાઢી બીજે અમદાવાદ શહેરમાં 146મી રથયાત્રા યોજાશે. રથયાત્રાની દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા એટલે કળશયાત્રા યોજાશે. 108 કળશની જળયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યાં છે. 4 જૂને ભગવાન જગન્નાથજીન જળયાત્રા યોજાશે. જલયાત્રા નિજમદિર થી સોમનાથ ભુદરના આરે પોહચશે.ઉલ્લેખનિય છે કે, 108 કળશની સાથે ભજન મંડળી, રાસ મંડળી, અખાડા અને ભક્તો પણ જોડાશે.


અમદાવાદમાં યોજનાર 146મી આ રથયાત્રામાં આ વર્ષે મુખ્ય મહેમાન પરમાત્માનંદ મહારાજ હશે.  આ અવસરે સૌ પ્રથમ ગંગા પૂજન કરવામાં આવશે, ગંગા પૂજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે.


રથયાત્રા સંપૂર્ણ શાંતિ અને હર્ષઉલ્લાસ સાથે નીકળે માટે સુરક્ષાને લઇને પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજે સરસપુર લુહાર શેરીમાં રથયાત્રા પૂર્વે મહોલ્લા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા ક્રાઇમ ACP તેમજ સ્થાનિક પોલીસ અને  સરસપુર વિસ્તારની સ્થાનિક મહિલાઓ પણ હાજર રહ્યી હતી.


Jagnnath Rathyatra: જગન્નાથજીની રથયાત્રા પૂર્વ વિશેષ પૂજાનું આયોજન, , CM ભૂપેન્દ્ર પટેલે કરી પૂજા આરતી, મહંતે આપી ભેંટ


Jagnnath Rathyatra:અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં રથયાત્રાને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આજે જળયાત્રા પૂર્વે જગન્નાથજીની વિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.


દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પૂર્વે પરંપરાગત રીતે જળયાત્રા યોજાશે. જળયાત્રા પૂર્વ આજે જગન્નાથના મંદિરે વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે
સી એમ ભુપેન્દ્ર પટેલ  જગન્નાથજીના દર્શન પહોંચ્યા હતા અને  જગન્નાથજીની પૂજા આરતી કરી હતી. આ અવસરે મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી દ્વારા તેમની ફૂલોનો હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
મંદિર નાં ટ્રસ્ટી અને મહંતે  સી એમ ભુપેન્દ્ર પટેલને ભગવાન જગન્નાથજીની તસવીર ભેટ સ્વરૂપે આપી હતી.


Rajkot: ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોડી રાત્રે યોજ્યો વીઆઈપી દરબાર, વિજય રૂપાણીએ લીધા આશીર્વાદ


Rajkot News: બાગેશ્વરધામના પીઠાધીશ્વર હાલ ગુજરાત મુલાકાતે છે. હાલ તેમનો રાજકોટમાં મુકામ છે. ગઈકાલે બાબાએ કહ્યું હતું કે વીઆઈપી દરબાર નહીં યોજાય. તેમ છતાં મોડી રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાયો ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રેસકોર્ષનો દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે આયોજક સમિતિના સભ્યોના સગા સબંધીઓ માટે દરબાર યોજાયો હતો.રાજકોટ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. ભાજપના નેતાઓ બાગેશ્વરધામના શરણે પહોંચ્યા છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુક્લ પણ વિજય રૂપાણી સાથે જોવા મળ્યા હતા.


રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર વિવાદમાં


રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. દિવ્ય દરબારનો પ્રથમ દિવસ વિવાદમાં આવ્યો છે. દરબારમાં પ્રસાદીની ખુરશીના ભાવ-તાલના બોર્ડ લાગ્યા હતા. પૈસા આપો અને ખુરશી બુક કરોના બોર્ડ લાગ્યા હતા. પ્રસાદીની ખુરશીના ભાવ 350થી 450 રૂપિયા રાખવામાં આવ્યા છે. રાજકોટ ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારમાં કહ્યું હતું, જીવન જીવવાની કળા લોકોએ રાજકોટવાસીઓ પાસેથી શીખવી જોઈએ. બપોરે 2 થી 5 રાજકોટમાં શ્વાન પણ બહાર નીકળતું નથી. મને રાજકોટ ગમી ગયું છે.  બાબાએ કહ્યું કે, જીવવાનું શીખવું હોય તો કુછ દિન ગુજારો રાજકોટ મે. રામ રક્ષા સ્તોત્રની પંક્તિઓનું પઠન કરી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિવ્ય દરબારની  શરૂઆત કરી હતી. દિવ્ય દરબાર ખાતે બાબા  ધીરેન્દ્ર શાસ્ત્રી નારો લગાવ્યો હતો કે,ખૂન હમારા ગરમ હૈ ક્યોંકિ હમ ગરમ હૈ, પાગલો તમને ગર્વ થવો જોઈએ કે તમે હિન્દુ છો. તમે સનાતની છો. સનાતનીઓએ એક થવું પડશે. એક દિવસ માટે બે દિવસ માટે નહિ પરંતુ કાયમી માટે એક થવું પડશે ત્યારે હિન્દુ રાષ્ટ્ર બનશે.