અમદાવાદઃ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે મહારાષ્ટ્રના  ભિવંડીમાં દરોડા પાડીને એક નકલી ટેલિકોમ એક્સચેન્જ ઝડપી પાડ્યું હતું. દેશમાં આતંકી પ્રવૃત્તિ માટે પ્રી રેકોર્ડ મેસેજ મોકલવા ગેરકાયદેસર સીમ બોક્સનો ઉપપોગ કરાતો હતો.


પોલીસે 4 સિમ બોક્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. અગાઉ સાયબર ક્રાઇમ બ્રાંચે 15 સિમ બોક્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી.


Crime: અમદાવાદમાં ડ્રગ્સનું મોટુ સ્કેન્ડલ, ગાંજા બાદ SOGએ દોઢ લાખના ડ્રગ્સ સાથે એકને ઝડપ્યો


Ahmedabad: અમદાવાદમાં ગાંજો અને ડ્રગ્સ ઘૂસાડવાના મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થયો છે, શહેરમાં ગાંજા બાદ ડ્રગ્સનો મોટો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. આ પહેલા ટ્રેનમાંથી ગાંજો અને હવે SOGની ટીમે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો છે.


માહિતી છે કે, અમદાવાદમાં ફરી એકવાર મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થઇ શકે છે, આજે અમદાવાદમાં SOGની ટીમે ડ્રગ્સના દોઢ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે. અમદાવાદ SOGએ વેજલપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. 1 લાખ 22 હજારના કિંમતનું આ 12 ગ્રામ MD ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે, આ ડ્રગ્સની સાથે જ અનશ શેખ નામના ડ્રગ્સ પેડલરને પણ ઝડપી પાડ્યો છે, અનશ શેખ એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા વેજલપુરમાં ફરતો હતો, આ દરમિયાન પોલીસની કાર્યવાહીમાં ઝડપાઇ ગયો હતો.


આ પહેલા ટ્રેનમાથી મળી આવ્યો હતો ગાંજોનો મોટો જથ્થો
અમદાવાદમાથી વધુ એક મોટી ગુનાખોરીની ઘટના પ્રકાશમાં આવી છે, અહીં ટ્રેનમાંથી ગાંજો મળી આવ્યો છે. માહિતી પ્રમાણે, અમદાવાદમાં પૂરી ગાંધીધામ ટ્રેનમાંથી બિનવારસી સ્થિતિમાં 23 પેકેટ ભરેલી ત્રણ બેગો મળી આવી હતી. પોલીસને મળી આવેલો આ ગાંજો લગભગ 27 કિલો 870 ગ્રામનો જથ્થો છે.


Exclusive: ‘પાકિસ્તાન ચલાવે છે વિશ્વમાં ડ્રગ્સ રેકેટ....’ NCB એ મોટો ખુલાસો કરી કહી આ વાત


નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 'ઓપરેશન સમુદ્રગુપ્ત' હેઠળ ₹12,000 કરોડની કિંમતનું 2,500 કિલો ઉચ્ચ શુદ્ધતાનું મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું છે. આ કેસમાં NCBએ એક શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની અટકાયત કરી છે.


પાકિસ્તાન આખી દુનિયામાં ડ્રગ રેકેટ ચલાવી રહ્યું છે - એનસીબી ચીફ


એબીપી ન્યૂઝે NCB ચીફ સંજય સિંહ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેણે ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન આખી દુનિયામાં ડ્રગ રેકેટ ચલાવી રહ્યું છે. NCB ચીફે કહ્યું, અમને એવા ઘણા અહેવાલો મળી રહ્યા હતા કે પાકિસ્તાન અને ઈરાન દ્વારા સમગ્ર વિશ્વમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આ માર્ગ દ્વારા ભારતમાં ડ્રગ્સ પણ આવી રહ્યું હતું, ત્યારબાદ ફેબ્રુઆરી 2022માં 'ઓપરેશન સમુદ્રગુપ્ત' શરૂ કરવામાં આવ્યું હતું. સંજય સિંહે જણાવ્યું કે અમને આ ઓપરેશનમાં પહેલી સફળતા ફેબ્રુઆરી મહિનામાં જ મળી હતી. તે દરમિયાન અમે 750 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ પછી અમે એક પછી એક અનેક કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા