અમદાવાદઃ આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે દ્વારકા જિલ્લાનું કલ્યાણપૂર તાલુકા મથક સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ભરુચમાં 3 કૃષિ વિધેયક રદ કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. કતોપોર બજાર, ગાંધી બજાર સહિતના વિસ્તાર બંધ જોવા મળ્યા હતા. વહેલી સવારથી ધમધમતા વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી.
પાટણના હારીજ માર્કેટયાર્ડ સવારથી ખાલીખમ જોવા મળ્યું હતું. ખેડૂતો પોતાની જણસ લઈને આવ્યા જ નહીં. રોજ ખેડૂતોથી ધમધમતી હારીજ માર્કેટયાર્ડ આજે સુમસામ જોવા મળી હતી. અત્યાર સુધી બેથી ત્રણ ખેડૂતો પોતાની જણસ લઈને આવ્યા છે. હારીજ માર્કેટયાર્ડના લગભગ પ્લોટો ખાલી જોવા મળ્યા હતા.
સુરતના માંડવીમાં ખેડૂતોના બંધના એલાનને સમર્થન મળ્યું હતું. માંડવીના દુકાનદારોએ બજારને સ્વયંભૂ બંધ રાખ્યું હતું. માંડવી નગરના બજારો સુમસામ જોવા મળ્યા હતા. પોલીસનો માંડવી નગરમાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આજે સાણંદ એ.પી.એમ.સી દ્વારા સ્વયંભૂ બંધના એલાનના અહેવાલ બાદ સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. સવારે 7 વાગ્યાથી ખેડૂતોએ સ્વયંભૂ ન આવતા સાણંદ એ.પી.એમ.સી. બંધ જોવા મળ્યું હતું. આ પ્રકારને અહેવાલ આવતાં એપીએમસીના સેક્રેટરી ગિરીશ પટેલ સાણંદ એ.પી.એમ.સી. દોડી આવ્યા હતા.
બંધને પગલે અરવલ્લીનું માલપુર માર્કેટયાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
ભારત બંધઃ ગુજરાતમાં ક્યાં ક્યાં બંધને મળ્યું સમર્થન? કયા કયા શહેરમાં બજારો જોવા મળી બંધ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2020 10:01 AM (IST)
દ્વારકા જિલ્લાનું કલ્યાણપૂર તાલુકા મથક સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ભરુચમાં 3 કૃષિ વિધેયક રદ કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -