પાલડી પોલીસે મેયર બિજલ પટેલના દિયર પ્રતિક પટેલની ધરપકડ કરી છે. પાલડીમાં રાત્રી કરફ્યુ બાદ પણ પ્રતિક પટેલ પોતાની ખાણી પીણીવી દુકાન ચલાવી રહ્યો હતો એવી ફરિયાદ નોંધાઈ હતી.
ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં રાત્રી કરફ્યૂમાં નિયમ ભંગ અમદાવાદના મેયર બિજલ પટેલના દિયર પ્રતિક પટેલ કરફ્યુનો ભંગ કરીને પાલડી ગામમાં રાતે ફૂ઼ડ કોર્ટ ચલાવતા હતા. રાત્રી કર્ફ્યુમાં મેયરના દિયરનો ફૂડ સ્ટોલ રાત્રિ દરમિયાન ધમધમે છે તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે મોડી રાતે પણ લોકોની ભીડ હતી. કરફ્યૂ હોવા છતાં પણ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી પણ વીડિયો વાયરલ થતાં છેવટે મેયર બિજલબેન પટેલના દિયરની ધરપકડ કરવામાં આવી છે. પાલડી પોલીસે કર્ફ્યુ ભંગનો ગુનો નોંધી મેયરબેનનાં દિયરની ધરપકડ કરી છે. વીડિયો વાયરલ થયા બાદ પાલડી પોલીસે આ કાર્યવાહી કરી છે.