અમદાવાદઃ ભારતમાં કોરોનાની બે-બે રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં કોરોનાની રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આધારભૂત સૂત્રો પાસેથી ગુજરાતમાં ક્યારથી કોરોનાની રસી ઉપલબ્ધ થશે, તેને લઈને મોટી જાણકારી સામે આવી છે.


આધારભૂત સૂત્રોના મતે ઉત્તરાયણ નજીક ગુજરાતને કોરોનાની રસી મળી શકે છે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઝડપથી રસીકરણ શરૂ થવાની શક્યતા છે. ગુજરાતમાં કોરોના રસીકરણ માટે તૈયારી થઈ ચૂકી છે. કોરોના રસીકરણ માટે ડ્રાઇરન પણ ગુજરાતમાં શરૂ થયો છે. ત્યારે હવે 10થી 15 જાન્યુઆરી રસીકરણ વચ્ચે શરૂ થશે, તેમ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ડીસીજીઆઈએ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની વેક્સિન કોવિશીલ્ડને ઈમજરન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. તેને લઈને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું વેક્સિન એકદમ સુરક્ષિત છે. જ્યારે તેની કિંમતને લઈને તેમણે કહ્યું પ્રથમ 100 મિલિયન ડોઝ ભારત સરકારને આપવામાં આવશે, જેની કિંમત 200 રૂપિયા હશે. ત્યારબાદ જ્યારે પ્રાઈવેટ માર્કેટ માટે મંજૂરી મળશે ત્યારે તે એક હજાર રૂપિયામાં વહેંચવામાં આવશે.

વેક્સિન કેટલી સુરક્ષિત છે ?


તેના જવાબમાં અદાર પૂનાવાલાએ કહ્યું કે તેના 50 મિલિયન ડોઝ તૈયાર છે. ઓક્સફોર્ડના સૌથી હોંશિયાર વૈજ્ઞાનિકોએ આ વેક્સિનને બનાવી છે. તમામ તપાસ બાદ અમને ડેટા મળ્યો છે. ડીસીજીઆઈએ ખૂબ જ એનાલિસિસ કર્યું છે. યૂકેની સરકારે પણ મંજૂરી આપી છે. જેટલી સેફ્ટી બની શકે એટલું અમે કર્યું છે.

વેક્સિનના સાઈફ ઈફેક્ટ શું છે ?

અદાર પૂનાવાલાએ કહ્યું કે થોડા ઘણા સાઈડ ઈફેક્ટ નોર્મલ છે. સમાન્ય માથું દુખવું, સામન્ય તાવ એક બે દિવસ માટે હોય છે. આ પેરાસિટામોલની ગોળી લેવાથી બરાબર થઈ જશે. આમાં કોઈ ઘબરાવાની જરૂર નથી. આટલી મોટી સંખ્યમાં લોકો આટલા ઓછા સમયમાં વેક્સિન લેશે તો કંઈપણ રિએક્શન હોઈ શકે છે, આ નોર્મલ છે.

પ્રથમ ડોઝ લીધા બાદ કઈ રીતની સાવધાની રાખવી પડશે ?

આ સવાલનો જવાબ આપતા અદાર પૂનાવાલાએ કહ્યું, પ્રથમ ડોઝ કરતા પણ સારૂ પ્રોટેક્શનના બાદ... પરંતુ બે મહિના બાદ પણ જ્યારે કોર્ટ પૂરો થઈ જશે તો પણ માસ્ક પહેરવું જરૂરી છે. વેક્સિન લીધા બાદ પણ ઈનફેક્ટ થઈ શકે છે અને બીજાને પણ કરી શકે છે, અમે ઘણા એવા કેસ જોયા છે. વેક્સિન લીધા પછી તમે સુરક્ષિત રહેશો પરંતુ તેનો મતલવ એવો નથી કે આ બુલેટપ્રૂફ છે. તેના માટે માસ્ક પહેરવું અને સાવધાની રાખવી જરૂરી છે.