અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેર એક્ટિવ કેસોમાં રાજ્યમાં નંબર વન હોવા છતા રાહતના સમાચાર એ છે કે, શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે અને હાલ, શહેરમાં કોરોનાના 2926 એક્ટિવ કેસો છે. છેલ્લા એક જ અઠવાડિયામાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. વચમાં કેસો વધીને 3200ને પાર થઈ ગયા હતા. જેમાં ફરીથી ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ગત 12મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસો 1030 નોંધાયા છે. જેની સામે 1317 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક અઠવાડિયામાં શહેરમાં કોરોનાથી કુલ 26 લોકોના મોત થયા છે. આમ, જોઇએ તો છેલ્લા એક અઠવાડિયામાં 313 એક્ટિવ કેસો ઘટ્યા છે. જેને કારણે 3200થી વધુનો આંક ઘટીને 3 હજારની અંદર આવી ગયો છે, જે અમદાવાદ માટે મોટા રાહતના સમાચાર છે.
Datecasedischargedeath
12-08-20201472114
13-08-20201432234
14-08-20201492324
15-08-20201481683
16-08-20201491624
17-08-20201451653
18-08-20201491564
Total1030131726