અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાના દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે. એટલું જ નહીં, દર્દીઓ પણ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ત્યારે કોરોના મામલે અમદાવાદીઓ માટે સૌથી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ દર્દીઓથી ખાલી થવા લાગ્યા છે.
1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હવે માત્ર 83 દર્દીઓ સારવાર હેઠળ છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 26 વોર્ડ પૈકી 22 વોર્ડ ખાલીખમ છે. ચાર વોર્ડમાં ગંભીર દર્દીઓની સારવાર માટે વોર્ડ ચાલુ રાખવામાં આવ્યા છે. 3 દર્દીઓ વેન્ટીલેટર પર અને 35 દર્દીઓ બાયપેપ પર સારવાર હેઠળ છે.
કોરોનાને લઈને અમદાવાદીઓ માટે શું આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2021 11:27 AM (IST)
1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હવે માત્ર 83 દર્દીઓ સારવાર હેઠળ છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 26 વોર્ડ પૈકી 22 વોર્ડ ખાલીખમ છે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -